<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

સીધી બાત, નો બકવાસઃ કીપ ડિસ્‍ટન્‍સ, ગાડી લગેગી તો બીવી પીટેગી

શહેનક,તા.૧૪: પત્‍નીનો ડર લાગતો હોય એવા કેટલાય વિડિયો ઇન્‍ટરનેટ પર વાઇરલ થતા હોય છે. જોકે હરિયાણાના આ કાર-ડ્રાઇવરે તો હદ કરી દીધી હતી. કારના બેક ગ્‍લાસ પર ડિજિટલ સ્‍ટ્રિપમાં જ મેસેજ મૂકી દીધો કે ‘કીપ ડિસ્‍ટન્‍સ, ગાડી લગેગી તો બીવી પીટેગી'. ગાડી ઠોકાવા કરતાં પણ પત્‍નીનો ડર વધુ હોવાની સાચેસાચી વાત આ ભાઈએ હિમતથી કહી દીધી હતી.

આ વાઇરલ વિડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. અનેક લોકોએ કમેન્‍ટ્‍સમાં લખ્‍યું છે કે ‘આને કહેવાય સાચો ખૌફ઼' તો વળી કેટલાક યુઝર્સ આ લ્લશ્‍યને ઘર-ઘરની કહાની ગણાવી રહ્યા છે. ઍક્‍સિડન્‍ટ થવાથી બચવા માટેની આ ટ્રિકથી પ્રભાવિત થઈને અન્‍ય લોકો પણ આવી ટ્રિક અપનાવે તો નવાઈ નહીં.

(1:24 PM IST)