<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

કથા વાસી નથી, કાયમી નિવાસી છે, બધુ છોડો પણ કથા ન છોડોઃ પૂ.મોરારીબાપુ

મહારાષ્‍ટ્રના કિલ્લારીના લાતુરમાં ‘માનસ વાલ્‍મીકી આશ્રમ' શ્રી રામકથાનો આજે પાંચમો દિવસ

રાજકોટ, તા. ર૭: મહારાષ્‍ટ્રના કિલ્લારી (લાતૂર) ગામમાં, જયાં તલગાજરડાના જૂના રામજી મંદિરના ઠાકુર (રામ, લક્ષ્મણ, સીતા, હનુમાન)ની મૂર્તિઓ બિરાજે છે તે પૂણ્‍યવંતી ધરા પર પ્રવાહિત થતી રામકથા ‘માનસ વાલ્‍મીકી આશ્રમ' ગઇકાલે ચોથા દિવસમાં પ્રવેશી હતી. કથાનો દિવ્‍ય-પ્રેમ સંવાદ આગળ ધપાવતાં પ્રિય બાપુએ કહયું હતું કે નિમ્‍બાર્કીય પરંપરા, વૈષ્‍ણવી પરંપરાના અમારા આચાર્યો બહુધા શ્વેત વષાો ધારણ કરે છે. આ સાદગીય પરંપરા રહી છે. એજ રીતે અહીં મહારાષ્‍ટ્રના વારકરી સંપ્‍દાયમાં પણ શ્વેતવષાોની પરંપરા ચાલી આવે છે.

નવા કથાકારો માટેની આચારસંહિતા પ્રસ્‍તુત કરતા કહયું હતું કે - આજના કથાકારોને હું વિનંતી કરૂ કે કોઇ પણ શાષાીય વાત જ કહેવી, વેદ-શાષા ગુરૂમુખ હોવું જોઇએ, મનમુખ નહીં ! તો કોઇ પણ શાષાની વાતો, શાષાીય રીતે જ કહેવીએ પણ સાદગીય રીતે જ કરવી. મને કોઇએ પુછેલુ કે - બાપુ તમે કથાકારોની સાથે જે જે કલાકારો હોય છે એની કોઇ આચારસંહિતા હોય છે ? જવાબઃ હોય જ જો કે હું કયારેય-કોઇ દિવસ આ કલાસાધકોને કહેતો નથી કે તમારે આવા કપડા જ પહેરવા જોઇએ, કપાળે તિલક કે બીંદી કરવી જોઇએ. પણ દરેકે આટલી આચારસંહિતા રાખવી જોઇએ. શરીરથી સ્‍વસ્‍થ અને સ્‍વચ્‍છ હોવા જોઇએ. બીજુઃ વષા પણ સ્‍વચ્‍છ હોવા જોઇએ, વૃતિ પણ સ્‍વચ્‍છ-શુધ્‍ધ હોવી જોઇએ. પરસ્‍પર વિનય હોય, વર્ગભેદ કે વર્ણભેદ ન હોવો જોઇએ.

પૂ. મોરારીબાપુએ કહ્યું કે, કથા વાસી નથી કાયમી નિવાસી છે. કથા સાંભળવી પડશે. બધું જ છોડો પણ કથા ન છોડો. અને કથા પંડાલ સુધી જ સિમિત ન રહેવી જોઇએ. એ ઘર-ઘર સુધી એને ઘર સુધી લઇ જવી. એક વાર્તા કહું... એક શેઠ હતા. એ પચીસ-ત્રીસ વર્ષથી રોજ સાંજે મંદિરમાં સત્‍સંગ થતો એમા જતા. રોજનો ક્રમ નિયમિત રીતે સાંજે પાંચ થી સાડા છ સ્‍વાધ્‍યાય ચાલતો હતો, સ્‍વામી આવે એ પહેલા શેઠ પહોંચી જતા. આમ ત્રીસ વર્ષથી અચૂક સત્‍સંગ-સ્‍વાથ્‍યાયમાં જતા. હવે એક દિવસ એવું થયું કે શેઠને કોઇ અનિવાર્ય કામ સબબ બહારગામ જવનું થયું ત્‍યારે શેઠે એના દીકરાને કહ્યું કે, બેટા આજે તું સત્‍સંગમાં જજે. દીકરો સત્‍સંગમાં જાય છે અને ખૂબ ભાવથી સ્‍વામીની વાતો સાંભળે છે. એમાં સ્‍વામીએ ગાયો વિશે વાત કરી કે ગાયોની સેવા કરવી, ગાયોમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે. વગેરે....વગેરે... શેઠના દીકરાને સત્‍સંગની અસર થઇ. સવારે દુકાને જાય છે. દુકાન ખોલે છે ત્‍યાં જ સામે બે ત્રણ  ગાયો આવી. આને તરત સત્‍સંગમાં ગાયોની સેવાની વાત આવી. ને દુકાનમાં બાજરો, ઘઉં અને ચોખા હતા એ ગાયોને ખવડાવવા લાગ્‍યો. ત્‍યાં જ શેઠ આવ્‍યા. શેઠે જોયું. દીકરાને કીધું કે આ શું કહે છે...? દીકરો કહે કાલે સત્‍સંગમાં સ્‍વામીજીએ ગાયોની સેવા કરવી અને ગાય માતામાં તેત્રીસ કરોડ દેવતા છે એની વાત કરી એટલે મેં ગાયો આવતા આ સેવા કરવા લાગ્‍યો. શેઠે કહ્યું - સત્‍સંગની વાતો મંદિર સુધી જ રખાય, દુકાને ન લઇ અવાય....!! આમ કથા મંડપ સુધી જ ન રહેવી જોઇએ, તમારા ઘર સુધી પહોંચવી જોઇએ.(મનોજ જોશી ‘મજો' રાજકોટ મો. ૮૧૪૦ર ૧૩૧૩૦, મો. ૯૪ર૬ર ૪ર૧૧પ)

(3:38 PM IST)