<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

દુરંતો એક્‍સપ્રેસના AC કોચ પર પથ્‍થરમારો, મુસાફરોના ભોજનમાં કાચના ટુકડાં પડયા

મુંબઇ તા.૨૬: નાગપુરથી મુંબઈ તરફ જઈ રહી દુરન્‍તો એક્‍સપ્રેસ પર ૨૫ સપ્‍ટેમ્‍બરની રાત્રે અજાણ્‍યા શખ્‍સો દ્વારા પથ્‍થરમારો કરવામાં આવ્‍યો હતો. આ ઘટના સમયે એક મુસાફર પોતાના ફોનમાં વિડિયો બનાવી રહ્યો હતો, જેમાં અચાનક પથ્‍થર વાગવાથી બારીનો કાચ તૂટવાની ઘટના કેદ થઈ ગઈ હતી. આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મુસાફરોની સુરક્ષાને લઈને મોટો સવાલ ઊભો થયો છે.

કાચના ટુકડા ચહેરા પર પડ્‍યા

પથ્‍થર વાગવાથી બારીનો કાચ તૂટીને અંદર બેઠેલા મુસાફરોના ચહેરા અને ખાવા-પીવાની ચીજવસ્‍તુઓ પર પડ્‍યો હતો. આ હુમલામાં ૪ મિત્રોને સામાન્‍ય ઈજાઓ પહોંચી હતી. સદનસીબે પથ્‍થર કાચ પર જ અટક્‍યો હતો, નહીં તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. આગળના સ્‍ટેશને ટ્રેન રોકાયા બાદ મુસાફરોએ રેલવે પોલીસને આ ઘટનાની જાણ કરી હતી.

અજાણ્‍યા શખ્‍સો સામે ગુનો દાખલ

મધ્‍ય રેલવેના સીપીઆરઓ ડો. સ્‍વપિ્નલ નીલાએ પુષ્ટિ કરતા જણાવ્‍યું કે બોરખેડી સ્‍ટેશન પાસે ટ્રેનના A-1, B-2 અને B-5 કોચ પર પથ્‍થરમારો થયો હતો. ઘટનાની જાણ થતાં જ રેલવે સુરક્ષા દળ (RPF) અને સરકારી રેલવે પોલીસ (GRP) ની ટીમે ૭ કિલોમીટરના વિસ્‍તારમાં તપાસ હાથ ધરી હતી. પોલીસે અજાણ્‍યા વ્‍યક્‍તિ સામે રેલવે એક્‍ટની કલમ ૧૫૩ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે

(3:40 PM IST)