<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

મહારાષ્ટ્રમાં દોડતી દુરંતો એક્સપ્રેસ પર પથ્થરમારો : એસી કોચની બારીનો કાચ તૂટ્યો, મુસાફરોમાં ફફડાટ

નાગપુર નજીક અજની સ્ટેશન પાસે બનેલી ઘટના : સદનસીબે અંદરનો કાચ સલામત રહેતાં મોટી દુર્ઘટના ટળી

નાગપુર, તા. ૨૪ : મહારાષ્ટ્રમાં નાગપુરથી મુંબઈ જઈ રહેલી ૧૨૨૯૦ નંબરની દુરંતો એક્સપ્રેસ ઉપર સોમવારે રાત્રે અજની રેલવે સ્ટેશન નજીક અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કરતાં મુસાફરોમાં ભય ફેલાયો હતો.

 

ટ્રેન સાંજે ૭.૫૦ વાગ્યે નાગપુરથી રવાના થયા બાદ રાત્રે આશરે ૮.૧૦ વાગ્યે અજની સ્ટેશન પસાર કરી રહી હતી ત્યારે એસીના એ-૨ કોચની બારી ઉપર પથ્થર અથડાયો હતો. કોચમાં ૧૩થી ૧૬ નંબરની બેઠકો નજીકની બારીનો બહારનો કાચ સંપૂર્ણ તૂટી ગયો હતો.

 

સદનસીબે અંદરનો કાચ સલામત રહેતાં કોઈ મુસાફરને ઈજા થઈ નહોતી. પથ્થરમારો કરનારની ઓળખ અને હુમલા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ધસમસતી ટ્રેનો ઉપર પથ્થરમારાની ઘટનાઓ મુસાફરોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. 

(9:35 AM IST)