તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
શેરબજારમાં કડાકોઃ સેન્સેકસ ૮૦૦ પોઈન્ટ તુટયો
સવારે ખુલતા જ ૧૦૦૦ પોઈન્ટનું ગાબડું

મુંબઈ, તા.૧૧: આજરોજ શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ ૭૬,૫૦૦ પર ટ્રેડ કરી રહ્યો છે, જે લગભગ ૮૦૦ પોઈન્ટ ઘટીને છે. નિફ્ટી પણ ૨૦૦ પોઈન્ટથી વધુ ઘટીને ૨૩,૯૫૦ પર ટ્રેડ કરી રહ્યો છે. આજે ઓટો, બેંકિંગ અને રિયલ્ટી શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે.
બજારમાં ઘટાડા માટે ત્રણ મુખ્ય કારણો ઈરાન-ઈઝરાયલ યુદ્ધને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ જવાનો ભય.,ક્રૂડ ઓઈલના ભાવ વધવાથી ભારતના આયાત બિલ અને ફુગાવામાં વધારો થશે..એશિયન બજારોમાં ઘટાડાની ભારત પર અસર.
કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી, જેમાં ઇન્ડેક્સ ૪% થી વધુ ઘટયો. રિયલ્ટી અને જાહેર ક્ષેત્રની બેંકોમાં પણ તેમના ઇન્ડેક્સ ૨% થી વધુ ઘટયા. જાહેર ક્ષેત્રની બેંકોમાં, SBI બે દિવસમાં ૧૦% થી વધુ ઘટયો. ઓટો અને નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ પણ નબળી રહી. પસંદગીના IT અને FMCG શેરોમાં હળવી ખરીદી જોવા મળી.
જે અપેક્ષા હતી તે જ થયું... અને અઠવાડિયાના પહેલા જ ટ્રેડિંગ દિવસે, ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો. ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો અને સોના-ચાંદીમાં ઘટાડા વચ્ચે, ભારતીય શેરબજાર ખુલતાની સાથે જ તૂટી પડ્યું. ટ્રેડિંગ સત્રની શરૂઆતમાં સેન્સેક્સ ૧,૦૦૦ પોઈન્ટ ગગડી ગયો, જેના કારણે રોકાણકારોના ચાર લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું. શુક્રવારે ૭૭,૩૨૮ પર બંધ થયેલો સેન્સેક્સ સોમવારે સવારે ૭૬,૬૩૮ પર ખુલ્યો પરંતુ થોડા સમય પછી પાછો ૭૬,૩૬૩ પર આવી ગયો. આ સમયગાળા દરમિયાન, બધા ૩૦ શેર લાલ રંગમાં ટ્રેડિંગ કરતા જોવા મળ્યા. વધુમાં, નિફ્ટી ઇન્ડેક્સ પણ લગભગ ૩૦૦ પોઈન્ટ ઘટયો.
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
