તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Thursday, 8th October 2026
શેરબજારમાં તબાહીનું તાંડવઃ ૮ લાખ કરોડ સ્વાહા
સેન્સેક્સ ૧૧૦૦થી વધુ તો નીફટી ૩૮૩ પોઈન્ટ ડાઉનઃ રૂપિયો ૯૬.૭૭ : ક્રુડનો વધતો ભાવ, RBIનો વ્યાજ વધારો, FIIની વેંચવાલી અને વિદેશી બજારોની નરમાશે શેરબજારને ઉંધામાથે પાડી દીધું

મુંબઈ,તા.૮: ભારતીય શેરબજારમાં ગુરુવારે ભારે વેચવાલી જોવા મળતાં રોકાણકારોમાં ચિતાનો માહોલ સર્જાયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ ૧૧૦૦થી વધુ પોઈન્ટ તૂટીને ૭૧,૫૧૯ ની નીચે પહોંચ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી (Nifty 50) ૩૮૩ થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨,૨૧૯ ની નીચે સરક્યો હતો. બજારમાં આવેલા આ કડાકાને કારણે લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશનમાં અંદાજે રૂ.૮ લાખ કરોડનો ઘટાડો નોંધાયો હતો. ડોલર સામે રૂપિયો ૯૬-૭૭ ઉપર ટ્રેડ કરી રહ્યો છે.
શેરબજારમાં ઘટાડા પાછળ ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ની નાણાકીય નીતિ મહત્વનું પરિબળ માનવામાં આવી રહ્યું છે. ય્ગ્ત્એ રેપો રેટ માં ૦.૨૫ ટકાનો વધારો કરીને તેને ૫.૫૦ ટકા કર્યો છે. વ્યાજદરોમાં વધારાથી લોન મોંઘી થવાની અને કંપનીઓના નફા પર અસર પડવાની આશંકાએ રોકાણકારો સાવચેત બન્યા છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ માં ઉછાળો પણ શેરબજાર માટે ચિતાનો વિષય બન્યો છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ ૧૦૨ ડોલરને પાર પહોંચતાં ભારતના આયાત ખર્ચ અને મોંઘવારી પર દબાણ વધવાની શક્યતા છે. મધ્યપૂર્વમાં વધતા તણાવને કારણે વૈશ્વિક તેલ પુરવઠા અંગે અનિヘતિતા સર્જાઈ છે.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)ની સતત વેચવાલીએ પણ બજારને અસર કરી છે. ૭ ઓક્ટોબરે વિદેશી રોકાણકારોએ રૂ.૬,૧૨૧ કરોડથી વધુના શેરનું નેટ વેચાણ કર્યું હતું. સતત નવ ટ્રેડિગ સેશનમાં આ વેચવાલી આશરે રૂ.૫૭,૦૦૦ કરોડ સુધી પહોંચી હતી.
બીજી તરફ અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધારો અને ફેડરલ રિઝર્વની આગામી નીતિ અંગેની અનિヘતિતાએ પણ બજાર પર દબાણ વધાર્યું છે. આગામી દિવસોમાં ક્રૂડ ઓઈલના ભાવ, વિદેશી મૂડીપ્રવાહ અને વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ ભારતીય શેરબજારની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
ટાડાનું બીજું મોટું કારણ ય્ગ્ત્નો રેપો રેટ પરનો નિર્ણય ગણી શકાય, જેના પછી ઘણી બેંકોએ તેમના લોનના ભાવમાં વધારો કર્યો છે. PNB, BoB થી લઈને ઇન્ડિયન બેંક સુધી, બધાએ ગ્રાહકોને આઘાત આપ્યો છે. રેપો રેટમાં ૨૫ બેસિસ પોઇન્ટનો વધારો ૫.૨૫% થી ૫.૫૦% કરવામાં આવ્યો છે. વધુમાં, RBI એ વધુ દરમાં વધારાનો સંકેત આપ્યો છે. આનાથી બજારના સેન્ટિમેન્ટમાં ઘટાડો થયો હોય તેવું લાગે છે.
અન્ય કારણો વિશે વાત કરીએ તો, ત્રીજું વિદેશી રોકાણકારો દ્વારા વેચાણની સ્પષ્ટ અસર છે. પાછલા ટ્રેડિગ દિવસે, FII એ ભારતીય શેરબજારમાંથી રૂ. ૬,૦૦૦ કરોડથી વધુનું વેચાણ કર્યું હતું. ચોથું કારણ એશિયન બજારોમાં ઘટાડો છે. જાપાનનો નિક્કી લગભગ ૧,૦૦૦ પોઇન્ટ ઘટ્યો હતો, જ્યારે હોંગકોંગનો હેંગ સેંગ ૩૫૦ પોઇન્ટ ઘટ્યો હતો, જ્યારે દક્ષિણ કોરિયાનો KOSPI લગભગ ૩% તૂટી ગયો હતો.
સેન્સેક્સ-નિફટી માટે મુખ્ય સૂચક ગણાતો ગિફટ નિફટી પણ ક્રેશ થયો હતો અને આ સમાચાર લખાઈ રહ્યા હતા ત્યારે ૨૫૦ પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.
શેરબજારના ક્રેશમાં સૌથી મોટા નુકસાનકર્તાઓ વિશે, BSE ની લાર્જ-કેપ કેટેગરીમાં ITC શેર (૪%), અદાણી પોર્ટ્સ શેર (૩.૯૮%), ઇન્ડિગો શેર (૨.૮૦%), પાવરગ્રીડ શેર (૨.૭૫%), રિલાયન્સ શેર (૨.૭૦%) અને BEL શેર (૨.૫૦%) નો સમાવેશ થાય છે, જે નોંધપાત્ર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.(૪૦
(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
