<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

ઉદયપુરના શાહી મહેલમાં ૧૦ દિવસ રોકાયા, રાજા જેવી જિંદગી જીવ્‍યા, ૫.૭૪ લાખનું બિલ જોઈ રફુચક્કર થઈ ગયા

હોટલના સ્‍ટાફ અને મેનેજમેન્‍ટથી લઈ પોલીસ બેડામાં હડકંપ મચી ગયો : સૌથી પ્રીમિયમ રૂમમાં એક રાતનું ભાડું લગભગ ૪૬,૫૦૦ રૂપિયાથી શરુ થાય છે. સ્‍વિમિંગ પૂલવાળા પ્રીમિયમ રૂમની કિંમત ૬૭,૦૦૦ રૂપિયા પ્રતિ રાત સુધી હોય છે

ઉદયપુર તા.૨૭: ઝરણાઓની નગરી કહેવાતા ઉદયપુરમાં આવેલા ધ ઓબેરોય ઉદયવિલાસની ભવ્‍યતા અને શાહી અંદાજને જોઈ એક સમયે લોકો યે જવાની હૈ દીવાની ફિલ્‍મ પર ફીદા થઈ ગયા હતા. જ્‍યાં એક રાતની મહેમાનગતિમાં લોકો લાખો રૂપિયા પાણીની જેમ વહાવી દેતા હોય છે. પણ જરા વિચારો કોઈ પરિવાર આ ફાઈવ સ્‍ટાર લક્‍ઝરી પેલેસમાં પૂરા ૧૦ દિવસ સુધી શહંશાહની માફક રહે, દરેક સેવા અને શાહી દાવતનો આનંદ ઉઠાવે અને જ્‍યારે ૫.૭૪ લાખ રૂપિયાનું ભારે ભરખમ બિલ સામે આવે તો એક ઝાટકામાં હાથ ઊંચા કરી રફુચક્કર થઈ જાય? બિલકુલ આ સાચું છે. ઉદયપુરના સૌથી મોંઘા અને આલીશાન હોટલોમાં સામેલ ઓબેરોય ઉદયવિલાસમાં એક આવો જ મામલો સામે આવ્‍યો છે.

જેણે હોટલના સ્‍ટાફ અને મેનેજમેન્‍ટથી લઈ પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. દિલ્‍હીથી આવેલા એક ચાર સભ્‍યોના પરિવાર ૧૪ ઓગસ્‍ટના રોજ અહીં ઠાઠ સાથે ચેક ઇન કરે છે, ૨૩ ઓગસ્‍ટ સુધી દરેક સુવિધાની મજા માણે છે અને ૨૪ ઓગસ્‍ટના રોજ ચેક આઉટ કરતી વખતે ૫,૭૪,૦૦૦ રૂપિયાનું બિલ આપવાની સ્‍પષ્ટ ના પાડી દે છે. આરોપ છે કે, શખ્‍સે આ બધાનું ઠીકરું ટ્રાવેલ એજન્‍સી પર ફોડી નાખ્‍યું અને બિલ ચૂકવ્‍યા વિના પરિવાર સાથે નીકળી ગયા. હવે આ શાહી છેતરપિડીની ગુંજ પોલીસ સ્‍ટેશન સુધી પહોંચી ચૂકી છે.

ટ્રાવેલ એજન્‍સીનું બહાનું કે છેતરપિડીઃ ઉદયપુરના અંબામાતા પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર, દિલ્‍હીના રહેવાસી શખ્‍સ પોતાની પત્‍ની અને બે બાળકો સાથે હોટલમાં આવ્‍યા હતા. હોટલ મેનેજમેન્‍ટનું કહેવું છે કે, ૧૨ ઓગસ્‍ટના રોજ મેકર બહા ટ્રાવેલ એજન્‍સી નામની સંસ્‍થાએ ઇમેલ દ્વારા તેમના નામથી બુકિગ કરાવી હતી. બુકિગ દરમ્‍યાન હોટલે ન તો કોઈ ખાસ ડિસ્‍કાઉન્‍ટ આપ્‍યું હતું કે ન તો બિલ ચૂકવણીમાં કોઈ છૂટ અથવા સ્‍પેશિયલ ટર્મ્‍સ નક્કી કરી હતી.

જ્‍યારે ૨૪ ઓગસ્‍ટના રોજ ચેક આઉટના સમયે ૫.૭૪ લાખ રૂપિયાનું બિલ સામે આવ્‍યું તો આ શખ્‍સે કથિત રીતે કહ્યું કે, બિલની ચૂકવણી ટ્રાવેલ એજન્‍સી કરશે અને તે બિલ ચૂકવ્‍યા વિના ત્‍યાંથી નીકળી ગયા. હોટલની ફરિયાદ પર હવે પોલીસ છેતરપિડીનો કેસ નોંધી તપાસ શરુ કરી છે કે શું આ ટ્રાવેલ એજન્‍સીની ગરબડ છે કે પછી શાહી સર્વિસનો આનંદ માણી બિલ ચૂકવ્‍યા વિના ફરાર થવાનું કાવતરું હતું.

કેટલું છે ભાડું: મેવાડના મહારાણાના ૨૦૦ વર્ષ જૂના શિકારગાહ પર ૫૦ એકરમાં ફેલાયેલા અને પિછોલા ઝરણના કિનારે વસેલી આ હોટલ દેશના સૌથી મોંઘા રિઝોર્ટ્‍સમાં ગણતરી થાય છે. અહીં સૌથી પ્રીમિયમ રૂમમાં એક રાતનું ભાડું લગભગ ૪૬,૫૦૦ રૂપિયાથી શરુ થાય છે. સ્‍વિમિગ પૂલવાળા પ્રીમિયમ રૂમની કિમત ૬૭,૦૦૦ રૂપિયા પ્રતિ રાત સુધી હોય છે. આંતરરાષ્ટ્રીય સ્‍તર પર તેની રોયલ્‍ટીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, એક વિદેશી યુટ્‍યુબરે તેના સુઈટમાં એક રાત રોકાવા, પ્રાઇવેટ બટલર સર્વિસ અને બ્રેકફાસ્‍ટ માટે લગભગ ૪.૧૨ લાખ ચૂકવ્‍યા હતા.

 

(9:59 AM IST)