તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th November 2026
સ્ટારલિંકના ભારતમાં પ્રવેશ પર કેન્દ્ર સરકારનો મોટો ખુલાસો: અરજી કરવામાં અને સુરક્ષા શરતો પૂરી કરવામાં સ્ટારલિંક રહ્યું હતું સૌથી પાછળ
એલોન મસ્કના આક્ષેપો સામે સરકારે સેટેલાઇટ કોમ્યુનિકેશન (સેટકોમ) નીતિને સંપૂર્ણ પારદર્શક ગણાવી, જિયો અને વનવેબ બાદ સ્ટારલિંકને મળ્યું છે લાયસન્સ

નવી દિલ્હી, તા.૦૬: ભારતના ઝડપથી વિકસતા સેટેલાઇટ કોમ્યુનિકેશન (સેટકોમ) સેક્ટરમાં વિદેશી કંપનીઓના પ્રવેશ અને લાઇસન્સિંગ પ્રક્રિયાને લઈને ઉઠેલા સવાલો વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે એલોન મસ્કની કંપની 'સ્ટારલિંક' એ જિયો અને વનવેબની સરખામણીમાં લાયસન્સ માટે અરજી કરવામાં અને સુરક્ષા દસ્તાવેજો જમા કરાવવામાં સૌથી છેલ્લી રહી હતી.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ ક્ષેત્રે સ્પર્ધા વધારવા માટે તમામ કંપનીઓનું સ્વાગત છે અને આ બજારમાં ગ્રાહક જ રાજા ('કસ્ટમર ઇઝ ધ કિંગ') છે, જે કિંમત, ગુણવત્તા અને સેવાના આધારે પોતાની પસંદગીની કંપનીની સેવાઓ અપનાવી શકશે.
હાલમાં ભારતમાં જિયો, વનવેબ અને સ્ટારલિંક એમ કુલ ત્રણ કંપનીઓ પાસે સેટકોમ લાયસન્સ ઉપલબ્ધ છે, પરંતુ સરકારી અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે વનવેબે સૌથી પહેલા પોતાના પાલન દસ્તાવેજો (કોમ્પ્લાયન્સ ડોક્યુમેન્ટ્સ) જમા કરાવ્યા હતા, ત્યારબાદ જિયોએ અને સૌથી અંતમાં સ્ટારલિંકે પ્રક્રિયા પૂરી કરી હતી.
એલોન મસ્ક દ્વારા અગાઉ ભારતીય બજારમાં પ્રવેશ અટકાવવા અંગે કરાયેલા આક્ષેપોને ફગાવતા સરકારે જણાવ્યું છે કે સમગ્ર લાઇસન્સિંગ પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક રહી છે અને તમામ ઓપરેટરોએ વ્યાપારી સેવાઓ શરૂ કરતા પહેલાં પોતાની ક્ષમતા સાબિત કરીને સુરક્ષા માપદંડોનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય છે.
સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓ મોટા પાયે શરૂ થાય તે પહેલાં હજુ સ્પેક્ટ્રમ ફાળવણી, કિંમતોનું માળખંદ અને તમામ કંપનીઓ દ્વારા સુરક્ષા આવશ્યકતાઓની પૂર્તિ જેવા બે મહત્વપૂર્ણ પગલાં લેવાના બાકી છે, જે પૂર્ણ થયા બાદ દેશનું સેટકોમ ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે.
(5:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
