તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
શ્રી શ્રી રવિશંકર મહારાજનો જન્મદિવસ : ૭૧માં વર્ષમાં પ્રવેશ
આર્ટ ઓફ લિવિંગ આજે ૧૮૦થી વધુ દેશોમાં કાર્યરત, ‘‘ સુદર્શનક્રિયા''ના અનેરા ફાયદા

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપી : જન્મ ૧૩ મે, ૧૯૫૬, આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકર મહારાજનો આજે એટલે કે ૧૩ મી મેના રોજ જન્મ દિવસ છે, લાખો અનુયાયીઓ તેમના ઉપર શુભેચ્છા વર્ષા કરી રહ્યા છે.
શ્રી શ્રી રવિશંકર મહારાજનો જન્મ ૧૩ મી મે, ૧૯૫૬ ના રોજ પાપનાસમ, તમિલનાડુ ખાતે થયેલ હતો. તેમનું પૂરું નામ રવિશંકર રત્નમ, તેમના નામમાં ‘‘શ્રી શ્રી'' અને ‘‘ગુરુદેવ'' જેવા આદરણીય સંબોધનનો ઉપયોગ થાય છે. તેઓ બાળપણથી જ આધ્યાત્મિકતા અને ધ્યાન તરફ આકર્ષાયા હતા. તેઓ શાંત સ્વભાવ ધરાવતા હતા. કહેવામાં આવે છે કે માત્ર ૪ વર્ષની વયે તેઓ ભગવદ ગીતાના શ્લોકો બોલતા હતા, તેઓ ઘણી વાર એકાંતમાં બેસીને ધ્યાન કરતા, જેના કારણે પરિવારજનોને લાગતું કે તેઓ આધ્યાત્મિક વળત્તિ ધરાવે છે. નાની વયથી જ લોકો પ્રત્યે દયા અને સેવા ભાવના દેખાતી હતી.
તેમણે સામાન્ય શાળા શિક્ષણ સાથે સંસ્કળત અને વૈદિક જ્ઞાનનો પણ અભ્યાસ કર્યો, વિજ્ઞાન વિષયમાં પણ તેમને રસ હતો અને યુવાનીમાં આધ્યાત્મિકતા સાથે આધુનિક શિક્ષણ બંનેનો અભ્યાસ કર્યો. તેઓએ ભારતીય શાષાો, યોગ અને ધ્યાન પદ્ધતિઓનું ઊંડું જ્ઞાન મેળવ્યું.
વર્ષ ૧૯૮૧માં શ્રી શ્રી રવિશંકર મહારાજે ‘‘આર્ટ ઓફ લિવિંગ'' ની સ્થાપના કરી. જેમનો હેતુ હતો તણાવમુક્ત અને હિંસામુક્ત સમાજ બનાવવો, ધીરે ધીરે આ સફર આગળ વધતી ગઈ,૧૯૮૨ માં શ્રી શ્રી રવિશંકર મહારાજે ‘‘સુદર્શન ક્રિયા'' નામની શ્વાસ પદ્ધતિ રજૂ કરી. આ ટેકનીક આજે વિશ્વભરમાં સૌથી જાણીતી ધ્યાન અને શ્વાસ પદ્ધતિઓમાંની એક ગણાય છે.
૧૯૮૦ના અંતમાં ભારતના વિવિધ શહેરોમાં યોગ, ધ્યાન અને જીવન કૌશલ્ય કાર્યક્રમો શરૂ થયા અને દેશભરમાં શરૂ થયું વિસ્તરણ, યુવાનો અને ગ્રામ વિકાસ માટે સેવાકાર્યો શરૂ થયા. ૧૯૯૦ થી વર્ષ ૨૦૦૦ના દશકામાં આર્ટ ઓફ લિવિંગનું વૈશ્વિક સ્તરે વિસ્તરણ થયું. આ સંસ્થા અમેરિકા, યુરોપ, આફ્રિકા અને એશિયાના અનેક દેશોમાં પહોંચી, આંતરરાષ્ટ્રીય શાંતિ અને માનવ સેવા કાર્યક્રમો શરૂ થયા.૧૯૯૭માં ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર હ્યુમન વેલ્યુસની શરૂઆત થઈ અને જેનો હેતુ હતો શિક્ષણ, આપત્તિ રાહત અને માનવ મૂલ્યોનો વિકાસ, વર્ષ ૨૦૦૦માં યુનાઇટેડ નેશન્સમાં ભાગ લીધો. શ્રી શ્રી રવિશંકરે વૈશ્વિક શાંતિ અને માનવ મૂલ્યો વિષયક આંતરરાષ્ટ્રીય મંચોમાં ભાષણ આપવાનું શરૂ કર્યું. વર્ષ ૨૦૦૪માં સુનામી રાહત કાર્ય હાથ ધર્યું જેમાં ભારતીય મહાસાગર સુનામી પછી હજારો લોકોને રાહત અને માનસિક સહાય પૂરી પાડવામાં આવી. વર્ષ ૨૦૧૦ પછી કેદીઓ માટે પુનર્વસન કાર્યક્રમો, ખેડૂતો માટે સહાય અને નશા મુક્તિ અભિયાન મોટા પ્રમાણમાં શરૂ કરવામાં આવ્યું. તેમજ વિશ્વભરમાં કરોડો લોકો સુધી ધ્યાન અને યોગ કાર્યક્રમો પહોંચ્યા, ત્યાર બાદ વર્ષ ૨૦૧૬માં દિલ્હી ખાતે વર્લ્ડ કલ્ચર ફેસ્ટિવ ફેસ્ટિવલનુ આયોજન કરાયું. અનેક દેશોના કલાકારો અને લાખો લોકો જોડાયા, વર્ષ ૨૦૨૦ માં કોરોના સમય દરમિયાન સેવા ઑનલાઇન ધ્યાન સત્રો, માનસિક આરોગ્ય સહાય અને ખાદ્યસામગ્રી વિતરણ કરવામાં આવ્યું, આવી અનેક પ્રકારની પ્રવળત્તિઓ અને સેવા આપતી આર્ટ ઓફ લિવિંગ આજે ૧૮૦થી વધુ દેશોમાં કાર્યરત છે.
યોગ, ધ્યાન, શિક્ષણ, પર્યાવરણ, ગ્રામ વિકાસ અને માનવ સેવા ક્ષેત્રે કાર્ય કરે છે. લાખો સ્વયંસેવકો સંસ્થા સાથે જોડાયેલા છે. શ્રી શ્રી રવિશંકર મહારાજને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માનો પ્રાપ્ત થયેલ છે. જેમાં પદ્મ વિભૂષણનો પણ સમાવેશ થાય છે. તેમજ વિવિધ દેશોમાં માનવ સેવા બદલ વિશેષ પુરસ્કારો પણ મળ્યા છે. શ્રી શ્રી રવિશંકર મહારાજની વિચારધારા રહી છે કે...‘‘જીવન એક સુંદર ઉત્સવ છે'' આજે એટલે કે ૧૩ મી મે ૨૦૨૬ના રોજ શ્રી શ્રી રવિશંકર મહારાજ ૭૦ વર્ષ પુર્ણ કરી ૭૧માં વર્ષ માં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. આ વેળાએ તેમને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ....
(12:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
