<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

ટ્રમ્‍પે અડધી રાતે ડામ આપ્‍યાઃ ભારત સહિત ૬૦ દેશો પર નવો ટેરિફ લગાવ્‍યો

અમેરિકા ફોર્સ્‍ડ લેબર સાથે જોડાયેલા આયાતના મુદ્દા પર ભારત સહિત ૬૦ મુખ્‍ય વ્‍યાપારિક ભાગીદારો વિરુદ્ધ ધારા ૩૦૧ અંતર્ગત આ ટેરિફ લગાવ્‍યો છે

નવી દિલ્‍હી,તા.૨૪: અમેરિકાએ ભારત સહિત દુનિયાના ૬૦ દેશો પર નવા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ તરફથી આ વર્ષની શરૂઆતમાં લાગુ કરેલા ૧૦ ટકા અસ્‍થાયી ટેરિફ ગુરુવાર અડધી રાતે સમાપ્ત થયા બાદ શુક્રવાર અડધી રાતથી નવા ટેરિફ લાગુ થઈ ગયા છે. અમેરિકી વેપાર પ્રતિનિધિએ આ જાણકારી આપતા જણાવ્‍યું છે કે શુક્રવાર ૧૨.૦૧ વાગ્‍યાથી લાગુ થઈ જશે.

ભારત સહિત ૬૦ દેશો પર ન્‍યૂનતમ ૧૦ ટકા ટેરિફ લગાવવામાં આવશે, જ્‍યારે અમુક દેશો માટે આ દર ૧૨.૫ ટકા સુધી રાખવામાં આવ્‍યો છે. ભારતને ૧૦ ટકા ટેરિફની કેટેગરીમાં રાખવામાં આવ્‍યું છે.

અમેરિકા ફોર્સ્‍ડ લેબર સાથે જોડાયેલા આયાતના મુદ્દા પર ભારત સહિત ૬૦ મુખ્‍ય વ્‍યાપારિક ભાગીદારો વિરુદ્ધ ધારા ૩૦૧ અંતર્ગત આ ટેરિફ લગાવ્‍યો છે. પાછલા મહિને યૂએસટીઆર કાર્યાલયે આ મુદ્દા પર ૧૦ ટકા અને ૧૨.૫ ટકાનો વધારાના ચાર્જ લગાવવાનો પ્રસ્‍તાવ આપ્‍યો હતો.

નવા ચાર્જની જાહેરાત કરતા અમેરિકી વેપાર પ્રતિનિધિ જેમીસન ગ્રીયરે કહ્યું કે, અમેરિકામાં લગભગ એક સદીથી બળજબરી શ્રમથી બનેલી પ્રોડક્‍ટ આયાત પર પ્રતિબંધ છે. અમે તેનું કડક પાલન કરીએ છીએ. હવે સમય આવી ગયો છે કે, અમારા વેપારિક ભાગીદારો પણ આવું જ કરે.

૧૦ ટકા ટેરિફ દર આ દર એવા દેશો પર લાગુ થશે, જેમણે પોતાના ત્‍યાં બળજબરી શ્રમ પર કડક પ્રતિબંધાત્‍મક કાનૂન બનાવ્‍યા છે. તેમાં ભારત, કેનેડા, યુરોપિયન સંઘ અને બ્રિટન સામેલ છે.

૧૨.૫ ટકા ચાર્જ ચીન અને જાપાન સહિત અન્‍ય વેપારિક ભાગીદારો પર ૧૨.૫ ટકા ઉચ્‍ચ દરથી ચાર્જ વસૂલવામાં આવશે.

ભારતે અમેરિકી સરકારના બળજબરી શ્રમની તપાસના વિરોધ કરતા કહ્યું હતું આવા મુદ્દા પર દ્વિપક્ષીય ભાગીદાર કરાર અંતર્ગત ચર્ચા થવી જોઈએ. જેના પર બંને દેશો વચ્‍ચે વાતચીત ચાલુ છે. અમેરિકા ભારતનો બીજો સૌથી મોટો વેપારિક ભાગીદાર અને નિર્યાતક મુખ્‍ય ગંતવ્‍ય છે

(10:02 AM IST)