તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Sunday, 24th May 2026
દિલ્હીમાં અમેરિકાના 250માં સ્વતંત્રતા દિવસ સમારોહમાં ખાસ મોમેન્ટ :ડોનાલ્ડ ટ્ર્મપે લાઈવ કોલમાં પીએમ મોદી માટે કહ્યા એ શબ્દો :લોકોએ તાલીઓથી વધાવ્યા
સમારોહમાં સામેલ લોકોએ આ પળને ખાસ ગણાવી: ટ્રમ્પ અને મોદીની દોસ્તી પહેલા પણ કેટલીય વાર આંતરરાષ્ટ્રીય મંચો પર ચર્ચાનો વિષય રહી છે

નવી દિલ્હી :દિલ્હીમાં આયોજિત અમેરિકાના 250મા સ્વતંત્રતા દિવસ સમારોહ દરમિયાન એક રસપ્રદ કિસ્સો જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં હાજર અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે લાઇવ કોલ દ્વારા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સમારોહ સાથે જોડ્યા હતા, જેના પછી ત્યાં હાજર લોકોમાં ઉત્સાહ વધી ગયો હતો. વાતચીત દરમિયાન ટ્રમ્પે ભારત અને અમેરિકાના સંબંધો પર વાત કરી હતી. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેમના પીએમ મોદી સાથે સારા સંબંધો છે અને તેઓ તેમને પસંદ કરે છે. ટ્રમ્પના ‘આઈ લવ મોદી’ વાળા નિવેદન બાદ સમારોહમાં હાજર લોકોએ તાળીઓ પણ પાડી હતી.
ટ્રમ્પે કહ્યું કે, ભારત અને અમેરિકાના સંબંધો સતત મજબૂત થઈ રહ્યા છે અને બંને દેશો વચ્ચેનો સહયોગ ભવિષ્યમાં વધુ વધશે. તેમણે ભારતની આર્થિક પ્રગતિ અને વૈશ્વિક સ્તરે વધી રહેલી ભૂમિકાની પણ પ્રશંસા કરી હતી. સમારોહમાં સામેલ લોકોએ આ પળને ખાસ ગણાવી હતી. ટ્રમ્પ અને મોદીની દોસ્તી પહેલા પણ કેટલીય વાર આંતરરાષ્ટ્રીય મંચો પર ચર્ચાનો વિષય રહી છે અને એકવાર ફરી ટ્રમ્પના નિવેદને આ સંબંધને હેડલાઇન્સમાં લાવી દીધો છે
સર્જિયો ગોરે કહ્યું કે, ભારત અને અમેરિકાના સંબંધો આજે માત્ર રાજદ્વારી ભાગીદારી સુધી સીમિત નથી, પરંતુ આ બંને દેશોના નેતાઓના વ્યક્તિગત વિશ્વાસ અને મજબૂત સંબંધો પર પણ આધારિત છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વચ્ચેની નજીકની સમજણે બંને દેશોના સહયોગને નવી દિશા આપી છે. તેમણે કહ્યું કે, જ્યારે પણ તેમની રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત થાય છે, ત્યારે તેઓ સૌથી પહેલા પૂછે છે, 'મારા મિત્ર વડાપ્રધાન કેમ છે?'. ગોરે કહ્યું કે, આ સંબંધ નવો નથી, પરંતુ વર્ષોથી મજબૂત થતો આવ્યો છે.
સર્જિયો ગોરે કહ્યું કે, ‘અમેરિકા ફર્સ્ટ’નો મતલબ ‘અમેરિકા એકલું’ નથી. તેમનું કહેવું હતું કે બંને દેશો દર અઠવાડિયે એવા અવસરોની શોધ કરે છે, જે ભારત અને અમેરિકા બંને માટે વિન-વિન સ્થિતિ પેદા કરે. તેમણે જણાવ્યું કે, પ્રશાસનના દરેક સ્તરે મજબૂત સંવાદ અને સીધી પહોંચના કારણે વ્યાપાર, ટેકનોલોજી અને રોકાણના નવા રસ્તા ખુલી રહ્યા છે. આનાથી બજારોને વેગ મળી રહ્યો છે, ઇનોવેશન ઝડપી બની રહ્યું છે અને બંને દેશોના લોકો માટે બહેતર ગુણવત્તાવાળી નોકરીઓ પેદા થઈ રહી છે.
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
