તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th May 2026
અબુ ધાબી પહોંચ્યા બાદ ખાસ સન્માનઃ UAEના F-16 ફાઇટર જેટસે પીએમ મોદીના વિમાનને એસ્કોર્ટ કર્યુ
ફાઈટર જેટસની સલામી અને શાહી સ્વાગતઃ મધ્ય-પૂર્વના તણાવ આ મુલાકાત ભારતની ઉર્જા સુરક્ષા માટે ગેમ-ચેન્જર સાબિત થશે

નવી દિલ્હી, તા.૧૫: જ્યારે મિત્રતા આકાશની ઊંચાઈઓને આંબી જાય, ત્યારે દ્રશ્યો કંઈક આવા જ હોય છે! પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિમાન ‘એર ઇન્ડિયા વન' જેવું જ સંયુક્ત આરબ અમીરાતના આકાશમાં પ્રવેશ્યું, કે તરત જ UAE વાયુસેનાના અત્યાધુનિક F-૧૬ ડેઝર્ટ ફાલ્કન ફાઇટર જેટ્સે તેને ચારેય તરફથી ઘેરી લીધું હતું. આ કોઈ સામાન્ય સુરક્ષા પ્રોટોકોલ નહોતો, પરંતુ ભારત અને આરબ જગત વચ્ચેના અતૂટ અને મજબૂત સંબંધોની ગવાહી આપતું એક અદભુત એસ્કોર્ટ વેલકમ હતું. પીએમ મોદીના સન્માનમાં આકાશમાં રચાયેલા આ અદભુત દ્રશ્યે વૈશ્વિક સ્તરે ભારતની વધતી જતી તાકાતનો અહેસાસ કરાવ્યો છે. અબુ ધાબી એરપોર્ટ પર ઉતરતાની સાથે જ રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન દ્વારા પીએમ મોદીનું ઉષ્માભર્યું ગાર્ડ ઓફ ઓનર સાથે શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું.
વૈશ્વિક રાજકારણ અને મધ્ય પૂર્વમાં વધી રહેલા ભારે તણાવની વચ્ચે પીએમ મોદીની આ મુલાકાત અત્યંત વ્યૂહાત્મક અને સમયસરની માનવામાં આવી રહી છે. હાલમાં જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉર્જા સંકટ ઘેરાઈ રહ્યું છે, ત્યારે ભારત પોતાની ઉર્જા સુરક્ષાને સુનિヘતિ કરવા માટે ખૂબ જ સક્રિય બન્યું છે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ખાસ કરીને એલપીજી (રાંધણ ગેસ)ના પુરવઠા અને ભારતમાં વ્યૂહાત્મક પેટ્રોલિયમ અનામત (તેલ સંગ્રહ) ક્ષમતા વધારવા માટેના ઐતિહાસિક અને મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થવાની પ્રબળ સંભાવના છે. આ કરારો આગામી સમયમાં ભારતના કરોડો પરિવારો અને ઉદ્યોગો માટે અવિરત ઇંધણ પૂરું પાડવામાં કરોડરજ્જુ સમાન સાબિત થશે.
ભારત અને યુએઈ વચ્ચેના સંબંધો માત્ર વેપાર પૂરતા સીમિત નથી, પરંતુ તે એક અતૂટ ભરોસાની ભાગીદારી છે. તમને જણાવી દઈએ કે યુએઈ એ ભારતનો ત્રીજો સૌથી મોટો વેપારી ભાગીદાર છે અને છેલ્લા ૨૫ વર્ષમાં ભારતમાં સાતમું સૌથી મોટું રોકાણ કરનાર દેશ રહ્યો છે. આ ઉપરાંત, અમીરાતની ધરતી પર ૪૫ લાખથી વધુ ભારતીયો વસી રહ્યા છે, જે બંને દેશોના સાંસ્કળતિક અને આર્થિક સંબંધોને મજબૂત બનાવે છે. આ ભવ્ય અને સફળ મુલાકાત પૂર્ણ કર્યા બાદ, પીએમ મોદી પોતાની રાજદ્વારી સફરને આગળ ધપાવતા નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને અંતે ઇટાલીની મુલાકાતે રવાના થશે, જ્યાં તેઓ યુરોપિયન દેશો સાથે ભારતના સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
