<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

દક્ષિણ કોરિયન કંપની સેમસંગનો મોટો નિર્ણય : વૈશ્વિક સ્તરે સેંકડો કર્મચારીઓની છટણી : અમેરિકા, યુરોપ અને ચીનમાં માંગ ઘટવાને કારણે ઈલેક્ટ્રોનિક્સના વેચાણ પર અસર પડી

ટેક સેક્ટરમાં મંદી અને નફામાં ઘટાડાને કારણે સેમસંગે ઉઠાવ્યું કડક પગલું : ભારત સહિત અનેક દેશોમાં નોકરીઓ પર અસર : સ્માર્ટફોન અને ચિપના વેચાણમાં ઘટાડાને કારણે સેમસંગના ત્રિમાસિક નફામાં મોટો ઘટાડો

સિયોલ તા.૨૦ : ટેક જાયન્ટ સેમસંગે તેના કર્મચારીઓને મોટો ફટકો આપ્યો છે. વૈશ્વિક આર્થિક મંદી અને ઘટતા નફાના કારણે કંપનીએ સેંકડો કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે.

કંપની દ્વારા આ લેઓફની પ્રક્રિયા દુનિયાભરની ઓફિસોમાં શરૂ કરવામાં આવી છે. જેમાં વેચાણ, માર્કેટિંગ અને કોર્પોરેટ સપોર્ટ જેવા વિભાગોના કર્મચારીઓને અસર થઈ છે.

       સ્માર્ટફોન અને ચિપના વેચાણમાં ઘટાડાને કારણે સેમસંગના ત્રિમાસિક નફામાં મોટો ઘટાડો નોંધાયો છે.  અમેરિકા, યુરોપ અને ચીનમાં માંગ ઘટવાને કારણે ઈલેક્ટ્રોનિક્સના વેચાણ પર અસર પડી છે. કંપનીએ ખર્ચ ઘટાડવા અને કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવવા માટે કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લીધો છે.

સેમસંગે કહ્યું છે કે આ છટણી "વ્યવસાયની કાર્યક્ષમતા વધારવા" માટે કરવામાં આવી રહી છે. કંપનીએ છટણી પામેલા કર્મચારીઓને સેવરન્સ પેકેજ અને અન્ય સહાય આપવાની પણ જાહેરાત કરી છે.

ટેક કંપનીઓમાં છેલ્લા 1-2 વર્ષથી છટણીનો દોર ચાલુ છે. ગૂગલ, માઈક્રોસોફ્ટ અને એમેઝોન બાદ હવે સેમસંગે પણ મોટી છટણી કરી છે.

ભારતમાં સેમસંગની કેટલી ઓફિસો અને કર્મચારીઓને અસર થશે તે અંગે કંપનીએ હજુ સત્તાવાર માહિતી આપી નથી.

(4:40 PM IST)