<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

સોનિયા ગાંધીના પુસ્તકે ખોલ્યા વિશ્વના દિગ્ગજ નેતાઓના રહસ્યો: બિલ ક્લિન્ટનથી લઈને ડાયના સુધીના કિસ્સાઓ ચર્ચામાં

અમેરિકી રાષ્ટ્રપતિની નજર અને ફ્રાન્સના વડાના મેસેજ સહિતના રોચક સંસ્મરણો પુસ્તકમાં ઉજાગર, વૈશ્વિક રાજકારણની પાછળની વાતો આવી સામે

નવી દિલ્હી : સોનિયા ગાંધી દ્વારા તેમના નવા પુસ્તક 'બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ' માં વિશ્વના મોટા નેતાઓ સાથેની મુલાકાતો અને અનેક રોચક કિસ્સાઓનો ખુલાસો કરવામાં આવ્યો છે, જેણે રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, પુસ્તકમાં વર્ષ ૨૦૦૦ માં ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેઓ કાર્યક્રમ દરમિયાન હાજર સુંદર મહિલાઓને છુપાઈને નિહાળી રહ્યા હતા.

 

આ ઉપરાંત, ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝી સાથે વર્ષ ૨૦૦૮ ની મુલાકાતનો કિસ્સો શેર કરતા જણાવ્યું છે કે એક ડિનર વખતે તેઓ સવાલોના જવાબ આપતી વખતે સતત પોતાના ફોનથી કાર્લા બ્રુનીને મેસેજ મોકલી રહ્યા હતા.

 

સોનિયા ગાંધીએ બ્રિટનની રાજકુમારી ડાયના સાથેના સંસ્મરણોને યાદ કરતા તેમના સુંદર વ્યક્તિત્વ અને વર્ષ ૧૯૮૧ માં તેમના લગ્ન પ્રસંગ તેમજ ૧૯૯૨ માં ભારત મુલાકાત દરમિયાનના તણાવભર્યા માહોલનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો છે.

 

પુસ્તકમાં રાજકુમારી ડાયનાની સાદગી અને તેમના દ્વારા પરિવારના સભ્યો સાથેની મુલાકાતોના પ્રસંગોને પણ ખૂબ જ સુંદર રીતે વર્ણવવામાં આવ્યા છે, જે સામાન્ય લોકો માટે અજાણ્યા અને આકર્ષક રહ્યા છે.

 

આત્મચર્યાત્મક આ પુસ્તક દ્વારા રાજકારણના પડદા પાછળના અનેક રસપ્રદ અને અંગત અનુભવો બહાર આવ્યા છે, જે આગામી સમયમાં પણ વૈશ્વિક સ્તરે ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તેવી સંભાવના છે.

(7:02 PM IST)