તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th November 2026
સોનિયા ગાંધીની બહુચર્ચિત સંસ્મરણ પુસ્તક બિલોંગિંગ અ જર્ની ઓફ લવ સત્તાવાર રીતે રિલીઝ થઈ
પાંચસો 27 પેજ અને ૭ ચેપ્ટરમાં વહેંચાયેલી આ પુસ્તક તેમણે પુત્ર રાહુલ, પુત્રી પ્રિયંકા અને પૌત્ર-પૌત્રીઓ રેહાન અને મિરાયાને સમર્પિત કરી

નવી દિલ્હી : કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીની બહુચર્ચિત સંસ્મરણ પુસ્તક બિલોંગિંગ અ જર્ની ઓફ લવ સત્તાવાર રીતે રિલીઝ થઈ ગઈ છે. પાંચસો 27 પેજ અને ૭ ચેપ્ટરમાં વહેંચાયેલી આ પુસ્તક તેમણે પુત્ર રાહુલ, પુત્રી પ્રિયંકા અને પૌત્ર-પૌત્રીઓ રેહાન અને મિરાયાને સમર્પિત કરી છે. પુસ્તકના શરૂઆતના જ પેજ પર ઋગ્વેદની ઋચાઓ દર્શાવીને સંપ અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો છે. હાર્પર કોલિન્સ ઈન્ડિયા દ્વારા પ્રકાશિત આ પુસ્તકમાં ગાંધી પરિવાર સાથે ઘટેલી મોટી ઘટનાઓ અને વર્ષ બે હજાર ચારના રાજકીય ઘટનાક્રમનો વિગતવાર ઉલ્લેખ કરાયો છે. સોનિયા ગાંધીએ અગાઉ જણાવ્યું હતું કે, દાયકાઓથી લોકો તેમની કહાની કહેતા આવ્યા છે, પરંતુ હવે પોતાની વાર્તા જાતે કહેવાનો તેમનો વારો છે.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
