<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th July 2026

દિલ્હીમાં ૨૧ દિવસથી ઉપવાસ પર બેઠેલા સોનમ વાંગચુક હોસ્પિટલમાં દાખલ: ગંભીર સ્થિતિ છતાં સારવારનો ઇનકાર

નવી દિલ્હી: પરીક્ષાની ગેરરીતિઓ વિરુદ્ધ ૨૮ જૂનથી દિલ્હીના જંતર મંતર પર ભૂખ હડતાળ કરી રહેલા સોનમ વાંગચુકને ૨૧ દિવસના કઠોર ઉપવાસના કારણે તેમના શરીરમાં પાણીની ગંભીર અછતના લક્ષણો દેખાઈ રહ્યા છે. 

આજે રવિવારે સવારે ૮:૩૦ વાગ્યાના મેડિકલ બુલેટિન મુજબ સોનમ વાંગચુક સંપૂર્ણ હોશમાં છે અને તેમનું બ્લડ પ્રેશર પલ્સ રેટ તેમજ ઓક્સિજન લેવલ સામાન્ય છે. પરંતુ તેમના બ્લડ પેરામીટર્સમાં ફેરફાર થવાથી શરીર પર ભારે તણાવ છે. 

સફદરજંગ અને એઇમ્સના નિષ્ણાત ડોક્ટરોએ તાત્કાલિક આઈવી ફ્લુઈડ અને ઇલેક્ટ્રોલાઇટ થેરાપીની જરૂરિયાત જણાવી હોવા છતાં વાંગચુક અને તેમના પરિવારે કોઈપણ પ્રકારની તબીબી સારવાર લેવાની સ્પષ્ટ ના પાડી દીધી. 

ડોક્ટરોએ કડક ચેતવણી આપી છે કે તાત્કાલિક સારવાર શરૂ નહીં થાય તો તેમની સ્થિતિ વધુ ગંભીર બનશી.

(10:23 AM IST)