તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
સાસુની અંતિમ વિધિ વખતે જમાઈને મગર ખેંચી ગયો
સરયુ નદીના કાંઠે અંતિમ સંસ્કારની તૈયારી કરી રહેલા દીપકને એક મગર ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો : ગ્રેટર નોઈડાથી ગોંડા પોતાની સાસુના અંતિમ સંસ્કારમાં આવેલા ૩૦ વર્ષીય દીપક શર્માનો મૃતદેહ ૨૪ કલાક પછી મળી આવ્યો

ગ્રેટર નોઇડા તા.૨૨: ગ્રેટર નોઈડાથી ગોંડા પોતાની સાસુના અંતિમ સંસ્કારમાં આવેલા ૩૦ વર્ષીય દીપક શર્માનો મૃતદેહ ૨૪ કલાક પછી મળી આવ્યો છે. સરયુ નદીના કાંઠે અંતિમ સંસ્કારની તૈયારી કરી રહેલા દીપકને એક મગર ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો. મગરે દીપકનું માથું પોતાના જડબામાં દબોચી લીધું હતું. સ્થાનિક તરવૈયાઓએ ઘણી શોધખોળ કરી, પરંતુ દીપકનો કોઈ પત્તો ન લાગ્યો. આખરે લખનઉથી લ્ઝય્જ્ની ટીમને બોલાવવી પડી. અંતે ૨૪ કલાક બાદ દીપકનો મૃતદેહ મળી આવ્યો. પહેલા સાસુ અને હવે જમાઈના મૃત્યુથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
ગોંડા જિલ્લાના સોનૌલી મોહમ્મદપુર ઉદયભાન પાહી પાસે સરયુ નદીમાં મગરના હુમલાનો ભોગ બનેલા દીપકનો મૃતદેહ મળી આવ્યો છે. ગ્રેટર નોઈડાનો રહેવાસી દીપક પોતાની સાસુના અંતિમ સંસ્કાર માટે અહીં આવ્યો હતો. પ્રત્યક્ષદર્શી રાજેશ શુક્લાના કહેવા મુજબ, ના પાડવા છતાં દીપક ચિતા સજાવ્યા પછી નદીમાં સ્નાન કરવા માટે પડ્યો હતો. જ્યારે તેણે એક ડુબકી લગાવી કે તરત નદીમાં હાજર મગરે તેના પર હુમલો કર્યો અને તેને ખેંચીને પાણીમાં લઈ ગયો.
જે બાદ સ્થાનિક તરવૈયાઓએ નદીમાં દીપકની શોધખોળ કરી પણ તેનો કોઈ અતોપતો લાગ્યો નહીં, આજે સવારે લખનઉથી આવેલી SDRFની ટીમે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું. મૃતકના સસરા બાબુલાલ શર્માએ કહ્યું કે, ગ્રામજનોએ ઘટનાસ્થળથી આશરે દોઢ કિલોમીટર દૂર દીપકનો મૃતદેહ જોયો. જેને લ્ઝય્જ્ની ટીમે બહાર કાઢ્યો. દીપકના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
દીપક શર્માના લગ્ન ઉમરીના રહેવાસી બાબુલાલ શર્માની દીકરી સાથે થયા હતા. પ્રત્યક્ષદર્શીઓના કહેવા મુજબ, લોકોએ જમાઈ હોવાને કારણે તેમને ચિતા સજાવવા માટે મનાઈ કરી હતી. લોકોના જણાવ્યા અનુસાર, મગર નાનો હોવાથી મૃતદેહને પૂરેપૂરો ખાઈ શક્યો નહોતો, પરંતુ માથા પર અને જમણા હાથ પર દાંતના નિશાન જોવા મળ્યા છે.
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
