તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 13th June 2026
સોડાથી પાચનમાં સુધારો થતો નથીઃ પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે
સોડાનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે જોખમી : અપૂરતું પાણી પીવું, આહારમાં ફાઇબરના નીચા પ્રમાણ, બેઠાડુ જીવનશૈલીથી કબજિયાતની સમસ્યામાં વધારો

નવી દિલ્હી,તા.૧૩: ભોજન બાદ્ અનેક લોકો સોડા પીવાની આદત ધરાવતા હોય છે. પરંતુ કાર્બોનેશનથી આંતરડાની કામગીરીમાં સુધારો થતો નથી. હકીકતમાં, સોડાથી પેટ ફૂલવું, ગેસ થવો અને પેટમાં તકલીફ થઈ શકે છે તેમ ડોક્ટરોએ મત રજૂ કર્યો છે.
ભારતમાં કબજિયાત પેટની સૌથી સામાન્ય ફરિયાદો પૈકીની એક છે, જે દરેક વયજૂથના લોકોને પ્રભાવિત કરે છે. અપૂરતું પાણી પીવું, આહારમાં ફાઈબરનું નીચું પ્રમાણ, બેઠાડી જીવનશૈલી, ભોજનનો અનિયમિત સમય અને તણાવમાં વધારો તેના મુખ્ય કારણો છે. આ સાથે ડોક્ટરોએ ઉમેર્યું છે કે જો કબજિયાતની યોગ્ય સારવાર કરવામાં ન આવે તો તેનાથી જીવન ગુણવત્તા ઉપર નોંધપાત્ર અસર થઈ શકે છે.
સતત તણાવથી પાઇલ્સ, એનલ ફિશર, પેટમાં દુખાવો અને રેક્ટલમાં સમસ્યા થઈ શકે છે. આ સ્થિતિ વૃદ્ધોમાં વધુ ચિતાજનક હોઈ શકે છે કે જ્યાં આંતરડા સંબંધિત સમસ્યાઓને કારણે ઘણીવાર આંતરડાના કેન્સર જેવી ગંભીર સ્થિતિના શરૂઆતી લક્ષણો જોવા મળી શકે છે. આ સૂચવે છે કે આંતરડાના સ્વાસ્થ્યની ક્યારેય અવગણના કરવી જોઈએ નહીં. મોટાભાગના લોકો સવારે મળ ત્યાગ માટે સૌથી પહેલા ચા અથવા
સેવન કરે છે. જોકે, આ આદતોથી આંતરડાની નિયમિતતા અથવા સ્ટૂલ સોફટનેસમાં સુધારો થતો નથી. યોગ્ય પાચન અને કબજિયાતથી લાંબાગાળા કોફી પીવાનું અથવા ધુમ્રપાન કરે છે તેમજ ભોજન બાદ કાર્બોનેટેડ ડ્રિન્ક્સનું સુધી રાહત માટે આંતરડાની સ્વસ્થતા જરૂરી છે. આ નુસ્ખાથી મળ ત્યાગથી કામચલાઉ ઇચ્છા પેદા થઈ શકે છે, પરંતુ તે કબજિયાતના મૂળ કારણોનો ઉકેલ નથી.
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
