તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
અમૃતસરમાં ધોળા દિવસે સનસનાટીભરી હત્યા: મશહૂર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને મેકઅપ આર્ટિસ્ટ 'મેડ સંધુ' પર તાબડતોબ ગોળીબાર : હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ દમ તોડ્યો
બાઇકસવાર અજ્ઞાત હુમલાખોરોએ ઘટનાને અંજામ આપીને ફરાર : રસ્તા પર લોહીથી લથપથ હાલતમાં પડેલા ઇન્ફ્લુએન્સરનો વીડિયો વાયરલ થતાં સમગ્ર પંજાબમાં ખળભળાટ અને કાયદો-વ્યવસ્થા સામે ઊભા થયા ગંભીર સવાલો

અમૃતસર : પંજાબના પવિત્ર શહેર અમૃતસરમાં ધોળા દિવસે એક અત્યંત સનસનાટીભરી અને રૌંટે ઊભા કરતી હત્યાની ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત વિસ્તારમાં પ્રખ્યાત મેકઅપ આર્ટિસ્ટ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મેડ સંધુ ની ગોળી મારીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. અજ્ઞાત હુમલાખોરોએ સંધુ પર તાબડતોબ ગોળીઓ ચલાવી હતી અને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. હુમલા બાદ લોહીથી લથપથ હાલતમાં રસ્તા પર પડેલા સંધુને સ્થાનીય લોકો દ્વારા તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓના કારણે રસ્તામાં જ તેમણે આખરી શ્વાસ લીધા હતા.
આ ભયાનક વારદાત બાદ સોશિયલ મીડિયા પર એક દર્દનાક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં મેડ સંધુ રસ્તા પર લોહીથી લથપથ પડેલા જોવા મળે છે. સંધુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ખૂબ જ લોકપ્રિય હતા અને લાખો યુવાનો તેમને ફોલો કરતા હતા. તેમના અચાનક અને દર્દનાક અવસાનના સમાચાર ફેલાતાં જ ડિજિટલ સ્પેસ અને ફેન્સમાં શોકની લહેર ફરી વળી છે. લોકો કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ પર સવાલો ઉઠાવી રહ્યા છે અને આરોપીઓ સામે સખતમાં સખત કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સમગ્ર વિસ્તારને સીલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે આસપાસના સીસીટીવી ફુટેજ કબ્જે કરીને હુમલાખોરોની ઓળખ મેળવવાની કવાયત હાથ ધરી છે. આ હત્યા પાછળ કોઈ અંગત વેરઝેર, વ્યાવસાયિક હરીફાઈ કે અન્ય કોઈ વિવાદ જવાબદાર છે કે કેમ તે તમામ પાસાઓ પર ગુના શોધક શાખ તપાસ કરી રહી છે. પોલીસ અધિકારીઓએ ખાતરી આપી છે કે ટૂંક સમયમાં જ હુમલાખોરોની ધરપકડ કરવામાં આવશે.
(11:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
