હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સોશિયલ મીડિયા પર '1980s રેટ્રો AI ટ્રેન્ડ' ની ભારે ધૂમ: સેલેબ્સથી લઈને પોલિટિશિયન્સ બન્યા દીવાના, જાણો મિનિટોમાં કેવી રીતે બનાવવો તમારો નોસ્ટાલ્જિક વિન્ટેજ લુક!
ChatGPT, Bing અને Midjourney જેવા AI ટૂલ્સની મદદથી યુઝર્સ પોતાની તસવીરોને આપી રહ્યા છે 80ના દાયકાનો વિન્ટેજ બોલીવૂડ અંદાજ; સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ અને વાઈરલ પ્રોમ્પ્ટ જુઓ અહીં

અમદાવાદ, તા.10: જો તમે ઈન્સ્ટાગ્રામ અથવા એક્સ (ટ્વિટર) જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સક્રિય હશો, તો ચોક્કસપણે તમારા ધ્યાનમાં '1980s રેટ્રો AI ટ્રેન્ડ' આવ્યો જ હશે. નેટિઝન્સથી લઈને સામાન્ય યુઝર્સ અને બોલીવૂડ સેલેબ્સથી લઈને રાજકારણીઓ સુધી દરેક કોઈ પોતાની સામાન્ય તસવીરોને ૧૯૮૦ના દાયકાના ક્લાસિક, ગ્રેઈની અને નોસ્ટાલ્જિક લુકમાં ફેરવીને શેર કરી રહ્યા છે. આ ટ્રેન્ડમાં 80ના દાયકાની વિશિષ્ટ હેરસ્ટાઈલ, પોઈન્ટેડ કોલર, પોલિરોઈડ કલર ટોન અને સોફ્ટ લાઈટિંગનો ઉપયોગ કરીને એનાલોગ કેમેરા જેવી સુંદર વિન્ટેજ તસવીરો બનાવવામાં આવી રહી છે.
માત્ર થોડી સેકન્ડોમાં કઈ રીતે તૈયાર કરશો તમારો 1980s રેટ્રો લુક?
આ પ્રકારની આકર્ષક રેટ્રો તસવીર બનાવવી ખૂબ જ સરળ છે. તેના માટે સૌથી પહેલાં ChatGPT (DALL-E 3), Bing Image Creator અથવા Midjourney જેવા AI ટૂલ ઓપન કરો. ત્યારબાદ તમારી કોઈપણ એક સ્પષ્ટ તસવીર અપલોડ કરો અને સાથે જ "Create a realistic 1980s vintage portrait of a person based on this image. Style it with classic 80s retro fashion, film camera grain, soft warm tones, polaroid lighting aesthetic, voluminous retro hairstyle, and a nostalgic 1980s aesthetic background" પ્રોમ્પ્ટ ટાઈપ કરો.
કસ્ટમાઈઝેશન વડે બનાવો વધુ રેટ્રો લુક
તમે તમારી પસંદગી મુજબ આ પ્રોમ્પ્ટમાં 80ના દાયકાના બોલીવૂડ હીરો/હીરોઈન લુક, રેટ્રો ચશ્મા, બેલબોટમ પેન્ટ, કેસેટ પ્લેયર અથવા ઓલ્ડ-સ્કૂલ બેકગ્રાઉન્ડ જેવા વધારાના એલિમેન્ટ્સ પણ ઉમેરી શકો છો. પ્રોસેસ પૂર્ણ થયા બાદ AI દ્વારા જનરેટ થયેલી હાઈ-રિઝોલ્યુશન વિન્ટેજ ઈમેજને ડાઉનલોડ કરીને તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
