તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
અમેરિકામાં બાળકી પર દુષ્કર્મ કેસમાં સ્નેપચેટ પર મુકદ્દમો: આ ઍપના ફીચરથી આરોપી પીડિતા સુધી પહોંચ્યો: ભારતમાં સૌથી વધુ ૨૫ કરોડ યુઝર્સ

વોશિંગ્ટન/નવી દિલ્હી: લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સ્નેપચેટ સામે અમેરિકામાં એક ગંભીર મુકદ્દમો દાખલ કરવામાં આવ્યો છે. આરોપ છે કે સ્નેપચેટના એક ફીચરના કારણે એક નરાધમ, દુષ્કર્મ ગુજારવા માટે, એક માસૂમ બાળકી સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો. આ ઘટના બાદ બાળકોની ઓનલાઇન સુરક્ષા અને સોશિયલ મીડિયા ઍપ્લિકેશન્સના લોકેશન ટ્રેકિંગ જેવા ફીચર્સ અંગે મોટા સવાલો ઉભા થયા છે.
નોંધનીય છે કે, નવા આંકડા મુજબ સ્નેપચેટના સૌથી વધુ ઉપયોગકર્તા (યુઝર્સ) ભારતમાં છે. ભારતમાં સ્નેપચેટના ૨૦.૮ કરોડ (અને માસિક ૨૫ કરોડ જેટલા સક્રિય) યુઝર્સ છે. જ્યારે અમેરિકા ૧૦.૬ કરોડ યુઝર્સ સાથે બીજા અને પાકિસ્તાન ૩.૭૫ કરોડ યુઝર્સ સાથે ત્રીજા ક્રમે છે. અમેરિકામાં બનેલી આ ઘટના બાદ ભારતમાં પણ વાલીઓ અને સાયબર નિષ્ણાતોમાં બાળકોની ડિજિટલ સુરક્ષાને લઈને ચિંતા વ્યાપી ગઈ છે.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
