News of Tuesday, 17th November 2026
બિહાર સરકારના મંત્રી સંજય ટાઇગરના પટના સ્થિત સરકારી આવાસમાં તસ્કરો ત્રાટક્યા :લાખોની ચોરી
તસ્કરોએ ઘરનું તાળું તોડીને અંદાજે ૬૦૦ ગ્રામ સોનું, ૨ કિલો ચાંદી અને ૭ લાખ રૂપિયા રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા

બિહાર સરકારના મંત્રી સંજય ટાઇગરના પટના સ્થિત સરકારી આવાસ (મકાન નંબર B-20) ને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. મંત્રી અને તેમનો પરિવાર છઠ પર્વ મનાવવા માટે પોતાના વતન ગયા હતા, અને ઘર ખાલી હોવાનો લાભ ઉઠાવીને ૧૪ અને 15 નવેમ્બરની મધ્યરાત્રિ દરમિયાન તસ્કરોએ આ ચોરીને અંજામ આપ્યો હોવાની આશંકા છે. તસ્કરોએ ઘરનું તાળું તોડીને અંદાજે ૬૦૦ ગ્રામ સોનું, ૨ કિલો ચાંદી અને ૭ લાખ રૂપિયા રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા છે. ચોરી કરતા પહેલા તસ્કરોએ ઘરની રેકી કરી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, અને વીવીઆઈપી વિસ્તારમાં આવેલા સરકારી આવાસમાં બનેલી આ મોટી ચોરીની ઘટનાથી પટનામાં ભારે ચકચાર મચી ગઈ છે.
(1:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
