તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 1st May 2026
અમેરિકાના ટેક્સાસ રાજ્યના હિલ કન્ટ્રીમાં નાનું વિમાન ક્રેશ:સવાર પાંચેય લોકોના મોત
સેસ્ના 421C વિમાન ગઈકાલે રાત્રે ઓસ્ટિનથી લગભગ 64 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં વિમ્બરલી શહેરમાં ક્રેશ થયું:સક્ષમ એજન્સીઓ દ્વારા આ અંગેની વધુ તપાસ હાથ ધરાઇ

અમેરિકાના ટેક્સાસ રાજ્યના હિલ કન્ટ્રીમાં એક નાનું વિમાન ક્રેશ થયું છે, જેમાં સવાર પાંચેય લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ, વિમાન રાત્રે લગભગ 11-25 કલાકે ક્રેશ થયું હતું. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું કે, સેસ્ના 421C વિમાન ગઈકાલે રાત્રે ઓસ્ટિનથી લગભગ 64 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં વિમ્બરલી શહેરમાં ક્રેશ થયું છે. હાલ સક્ષમ એજન્સીઓ દ્વારા આ અંગેની વધુ તપાસ હાથ ધરાઇ રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) ના એક અધિકારીએ ટૂંકી વિગતો આપતા જણાવ્યું હતું કે, સેસ્ના 421C વિમાન, જેમાં પાંચ લોકો સવાર હતા, જે રાત્રે લગભગ 11:25 વાગ્યે ક્રેશ થયું હતું, હેય્સ કાઉન્ટીના ન્યાયાધીશ રુબેન બેસેરાએ ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે, આ અકસ્માત રાત્રે ઓસ્ટિનથી લગભગ 40 માઇલ (64 કિલોમીટર) દક્ષિણ પશ્ચિમમાં વિમ્બરલી શહેરમાં થયો હતો.
શરૂઆતની માહિતી મુજબ, વિમાન અચાનક કાબુ ગુમાવી બેઠું અને જમીન પર પટકાયું હતું. જો કે, અકસ્માતનું સાચું કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે, આ ટેક્સાસ હિલ કન્ટ્રીમાં બ્લેન્કો નદીના કિનારે સ્થિત એક લોકપ્રિય પર્યટન અને હાઇકિંગ સ્થળ છે. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. જો કે, પ્લેન ક્રેશમાં કોઇને બચાવી શકાયું નહતું. મુસાફરોના સ્થળ પર જ મોત નીપજ્યા હોવાનું સ્થાનિક સુત્રો જણાવી રહ્યા છે. આ પ્લેન ક્રેશ થવા અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું સુત્રોએ ઉમેર્યું છે.
(11:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
