News of Sunday, 20th September 2026
ઓગસ્ટમાં મ્યુચ્યુઅલ ફંડ SIP રોકાણમાં સ્મોલ-કેપ બોલાવે છે બોલબાલા: કુલ ઇનફ્લોના 50% રોકાણ માત્ર 4 કેટેગરીમાં!
ઓગસ્ટમાં કુલ ₹32,297 કરોડના SIP કલેક્શનમાંથી ₹16,096 કરોડ સ્મોલ-કેપ, મિડ-કેપ, ફ્લેક્સી-કેપ અને થીમેટિક ફંડ્સમાં ઠાલવતા રોકાણકારો

મુંબઈ: ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) મારફતે થતું રોકાણ ઓગસ્ટ મહિનામાં પણ ચોક્કસ ઇક્વિટી કેટેગરીઝ સુધી વધુ કેન્દ્રિત રહ્યું છે. દેશના નાના અને મોટા રોકાણકારોનો સ્મોલ-કેપ અને મિડ-કેપ ફંડ્સ તરફનો ક્રેઝ અવિરતપણે ચાલુ રહ્યો છે. ઓગસ્ટ મહિના દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ્સના કુલ SIP ઇનફ્લો ₹32,297 કરોડ નોંધાયો હતો, જેમાંમાંથી લગભગ અડધોઅડધ હિસ્સો (49.8 ટકા એટલે કે ₹16,096 કરોડ) માત્ર ચાર મુખ્ય શ્રેણીઓ - સ્મોલ-કેપ, મિડ-કેપ, ફ્લેક્સી-કેપ અને થીમેટિક ફંડ્સમાંથી આવ્યો છે.
આ આંકડા દર્શાવે છે કે ઊંચા વળતરની આશાએ છૂટક રોકાણકારો હજુ પણ મોટા પાયે હાઈ-રિસ્ક, હાઈ-રિટર્ન ગણાતી સ્મોલ-કેપ અને મિડ-કેપ સ્કીમોમાં SIP મારફતે નાણાં રોકી રહ્યા છે.
એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, સ્મોલ-કેપ ફંડ્સમાં રોકાણકારોનો વિશ્વાસ સતત વધતો રહ્યો છે. માર્ચ 2026 માં સ્મોલ-કેપ ફંડ્સની કુલ SIP સંપત્તિ વધીને રૂ. 1.83 લાખ કરોડે પહોંચી ગઈ છે, જે પાંચ વર્ષ અગાઉ માત્ર રૂ. 35,489 કરોડ હતી. આમ, છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સ્મોલ-કેપ SIP સંપત્તિમાં પાંચ ગણો મસમોટો ઉછાળો જોવા મળ્યો છે.
આ સમયગાળા દરમિયાન મિડ-કેપ ફંડ્સમાં પણ SIP સંપત્તિમાં બીજો સૌથી મોટો વધારો નોંધાયો છે. સ્મોલ-કેપ, મિડ-કેપ અને ફ્લેક્સી-કેપ શ્રેણીઓમાં સતત મજબૂત અને રોકાણના સતત પ્રવાહે આ યોજનાઓને કુલ ચોખ્ખા ઇક્વિટી રોકાણના સંદર્ભમાં પણ માર્કેટમાં ટોચનું સ્થાન જાળવી રાખવામાં મદદ કરી છે.
(
(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
