<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

સાહેબ હું, ૪૧ વર્ષની થઈ ગઈ છું, મારા લગ્ન કરાવી આપો

પોલીસ સ્ટેશનમાં જઈ મહિલાએ અરજી આપીઃપ્રયાગરાજની એક યુવતીએ પોતાના પરિવાર પર ગંભીર આરોપ લગાવતા સરાયઈનાયત વિસ્તારમાં ફરિયાદ આપી

પ્રયાગરાજ : હું ૪૧ વર્ષની થઈ ગઈ છું અને હું લગ્ન કરવા માગું છું, પણ મારા પરિવારના લોકો મારા લગ્ન નથી કરાવતા. ક્યાંયથી સંબંધની વાત આવે તો મારા ભાઈ અને ભાભી ના પાડી દે છે. કહે છે કે પૈસા ખર્ચાશે, જ્યારે જમીન લખાવી લીધી.

આવું કહેવું છે પ્રયાગરાજની એક યુવતીનું, જેણે પોતાના પરિવાર પર ગંભીર આરોપ લગાવતા સરાયઈનાયત વિસ્તારમાં ફરિયાદ આપી છે.

યુવતીએ પોતાના માતા-પિતા, ભાઈ-બહેન પર FIR નોંધાવાની સાથે અધિકારીઓ પાસેથી લગ્ન કરાવી આપવાની વિનંતી કરી છે. ૪૧ વર્ષની એક મહિલા સરાયઈનાયત વિસ્તારના મનાપુરના એક ગામની રહેવાસી છે. તેણે પોલીસ સ્ટેશનમાં આવેદન આપ્યું છે કે હું ૨૦ વર્ષથી ઘરમાં એકલી રહું છું. મારા માતા-પિતાએ પારિવારિક કારણોથી મને ઘરમાંથી અલગ કરી નાખી. આ મહિલાએ પોતાના ભાઈ-ભાભી, માતા-પિતા પર ગાળાગાળી કરવાનો અને માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે, સાથે જ તેણે મારપીટ કરતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે.

યુવતીએ કહ્યું કે મારી ઉંમર ૪૧ વર્ષની થઈ ગઈ છે, પણ મારા માતા-પિતા મારા લગ્ન નથી કરાવતા. ઉલટાના લગ્ન માટે મને જ દોષિત ઠેરવે છે. મેં ક્યારેય લગ્ન માટે ના નથી પાડી. ફરિયાદમાં યુવતીએ પોલીસ પાસે વિનંતી કરી છે કે મારા લગ્ન કોઈ સારા છોકરા સાથે કરાવી દો. જેનાથી હું સન્માનપૂર્વક જીવન જીવી શકું.

આ મહિલાએ જણાવ્યું કે છેલ્લા ૨૦ વર્ષથી હું એકલી રહું છું, પણ પરિવાર તરફથી મને કોઈ આર્થિક મદદ નથી મળતી. તેમણે ક્યારેય ખાવા-પીવાની વસ્તુ નથી આપી. હું ખુદ સ્કૂલમાં ભણાવીને, કપડાંની દુકાન, બ્યૂટી પાર્લરમાં કામ કરી મારું ગુજરાન ચલાવું છું.

આ મહિલાએ જણાવ્યું કે ૨૭ એપ્રિલના રોજ હું મારા ઘરમાં ન્હાઈ રહી હતી, ત્યારે મારા પિતા, માતા અને ભાઈ-ભાભી મારા રૃમમાં ઘુસી આવ્યા અને મારી સાથે મારપીટ કરી હતી. મને પાંચેયે જાનથી મારી નાખવાની કોશિશ કરી. ત્યાર પછી હું જેમતેમ કરી બચીને ભાગી નીકળી. આ યુવતીએ જણાવ્યું કે, તેને ૪ ભાઈ-બહેન છે. યુવતીના મોટા ભાઈના લગ્ન થઈ ચૂક્યા છે. મહિલાએ જણાવ્યું કે, મારી બે નાની બહેનોની ઉંમર ૩૭ અને ૩૪ વર્ષની થઈ છે, પણ તેમના પણ હજુ સુધી લગ્ન નથી કરાવતા. આ મહિલાએ જણાવ્યું કે તેણે ગ્રેજ્યુએશન સાથે ડીએલએડ કર્યું છે. ટીચર ભરતી માટે ઝ્ર્ઈ્ અને ્ઈ્ની પરીક્ષા પણ આપી રહી છે. પિતા ખેતી કરે છે. આ મહિલા ટ્રેક્ટર પણ ચલાવે છે અને તેમની પાસે લગભગ ૧૫ વીઘા જેવી ખેતીની જમીન છે.

(10:19 PM IST)