તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
ચાંદીમાં વધુ ૩૦૦૦-સોનામાં ૧૦ ગ્રામે ૧૦૦૦ રૂા.નો ઉછાળો
ચાંદી ૧ કિલોના ભાવ વધીને ર,ર૮,૦૦૦ અને સોનાના ભાવ ૧,૪૯,૦૦૦ રૂા. થયા

રાજકોટ, તા., રરઃ બુલીયન માર્કેટમાં બીજા દિવસે તેજી જોવા મળી હતી. ચાંદીમાં ૩,૦૦૦ અને સોનામાં ૧,૦૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો.
બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીના પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં આજે વધુ ૩૦૦૦ રૂપીયાનો ઉછાળો થયો હતો. ગઇકાલે રાત્રે ચાંદી (૧ કિલો)ના ભાવ ર,રપ,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ર,ર૮,૦૦૦ રૂા. થયા હતા. ગઇકાલે ચાંદીમાં પ,૦૦૦ વધ્યા બાદ આજે વધુ ૩,૦૦૦ રૂા.નો ભાવવધારો થતા બે દિ'માં ૮,૦૦૦ રૂા. વધી ગયા છે.
ચાંદીની સાથે સોનામાં પણ ૧,૦૦૦ રૂા. વધ્યા છે. બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં ૧,૦૦૦ રૂા.નો ઉછાળો થતા સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૧,૪૮,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૪૯,૦૦૦ રૂા. થયા છે. છેલ્લા બે દિવસથી સોનામાં રપ૦૦ રૂા.નો ભાવવધારો થયો છે.
(2:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
