તા. ૧૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૪ સોમવાર
News of Friday, 8th May 2026
ટાટા સામ્રાજ્યમાં સત્તા પરિવર્તનના સંકેતઃ ટાટા ટ્રસ્ટની હાઈ-વોલ્ટેજ બેઠક હવે ૧૬ મેના રોજ યોજાશે
વેણુ શ્રીનિવાસનની વિદાય અને વાઇસ-ચેરમેન પદની નાબૂદી અંગે સસ્પેન્સ વધ્યું

મુંબઈ, તા.૮: ભારતના સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસ ટાટા ગ્રુપના ભવિષ્યને લઈને લેવાનારા નિર્ણયો પર અત્યારે આખા દેશની નજર છે. ટાટા સન્સ પર નિયંત્રણ રાખતી બે સૌથી શક્તિશાળી સંસ્થાઓラસર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટની બેઠક આજે (૮ મે) સવારે ૯ વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ નાટકીય વળાંકમાં તેને મુલતવી રાખવામાં આવી છે. નવાઈની વાત એ છે કે જ્યારે વેણુ શ્રીનિવાસન સહિતના દિગ્ગજ ટ્રસ્ટીઓ ઓનલાઈન જોડાઈ ગયા હતા, ત્યારે જ આઈટી એડમિનિસ્ટ્રેટર દ્વારા મીટિંગ કેન્સલ થયાનો સંદેશ મળ્યો હતો. હવે આ હાઈ-પ્રોફાઈલ બેઠક ૧૬ મેના રોજ યોજાશે, જે ટાટા ગ્રુપના નવા શાસન માળખા અને સત્તાના સમીકરણો નક્કી કરશે.
આ બેઠકના એજન્ડામાં સૌથી મોટો મુદ્દો ટાટા સન્સના બોર્ડમાં ફેરબદલનો છે. એવી પ્રબળ શકયતા છે કે દિગ્ગજ વેણુ શ્રીનિવાસનને ટાટા સન્સના બોર્ડમાંથી મુક્ત કરવામાં આવે અને તેમના સ્થાને ટાઇટનના પૂર્વ એમડી ભાસ્કર ભટને સ્થાન આપવામાં આવે. આ ઉપરાંત, ટાટા ટ્રસ્ટમાં વાઇસ-ચેરમેનનું પદ જ નાબૂદ કરવા અંગે ગંભીર મંથન ચાલી રહ્યું છે. શાસન વ્યવસ્થામાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવા માટે લેવાનારા આ આકરા નિર્ણયો વચ્ચે ટાટા સન્સના આર્ટિકલ્સ ઓફ એસોસિએશનની કલમ ૧૨૧A (જે ટ્રસ્ટને વિશેષ સત્તા આપે છે) ને લઈને પણ ટ્રસ્ટીઓમાં બે ફાંટા પડ્યા હોય તેવું જણાય છે.
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
