તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
પાકિસ્તાનના ટુકડા થવાના સંકેત: ડ્યુરન્ડ લાઇન પર સેના ભાગી : અફઘાનિસ્તાન-બલુચિસ્તાન વચ્ચે ઐતિહાસિક ગુપ્ત કરાર
જનરલ અસીમ મુનીરના સૈનિકો ચોકીઓ અને હથિયારો છોડીને મેદાનમાંથી ભાગ્યા : પાકિસ્તાનને નકશા પરથી સાફ કરવા બે કટ્ટર દુશ્મનોએ હાથ મિલાવીને 'સંયુક્ત સરહદ સુરક્ષા' ગોઠવી

ક્વેટા : દક્ષિણ એશિયાના ભૂ-રાજકીય નકશાને કાયમી ધોરણે બદલી નાખે તેવી એક અત્યંત સનસનાટીપૂર્ણ સૈન્ય ઘટના સામે આવી છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને વિભાજિત કરતી વિવાદાસ્પદ ડ્યુરન્ડ લાઇન સરહદ પર બલુચ મુક્તિ યોદ્ધાઓએ એક ભીષણ અને આક્રમક ઓપરેશન હાથ ધરીને પાકિસ્તાની આર્મી ચીફ જનરલ અસીમ મુનીરની સેનાને ઘૂંટણિયે લાવી દીધી છે. બલૂચ સૈન્યના અણધાર્યા તોપમારા અને ઘાતક હુમલાઓથી ગભરાઈને પાકિસ્તાની સૈનિકો પોતાની સંવેદનશીલ સરહદી ચોકીઓ, બંકરો અને શસ્ત્રો ભગવાન ભરોસે છોડીને જીવ બચાવવા ભાગી છૂટ્યા છે, જેના કારણે ઈસ્લામાબાદ રક્ષણાત્મક સ્થિતિમાં આવી ગયું છે.
બલૂચિસ્તાન પ્રજાસત્તાકના સંરક્ષણ દળોએ પાકિસ્તાની સેનાની આ પીછેહઠ બાદ તમામ સરહદી બંકોરોને ડાયનામાઈટથી ઉડાવી દીધા છે અને ત્યાં ગર્વભેર બલૂચિસ્તાનનો સત્તાવાર ધ્વજ લહેરાવી દીધો છે. બલૂચ નેતા મીર યાર બલૂચે મીડિયા સમક્ષ સત્તાવાર જાહેરાત કરી છે કે સદીઓથી નિર્દોષ નાગરિકો પર અત્યાચાર ગુજારવા માટે વપરાતા પાકિસ્તાની સૈન્ય મથકોનો કાયમી નાશ કરવામાં આવ્યો છે. આ ઐતિહાસિક સૈન્ય વિજય બાદ હવે ડ્યુરન્ડ લાઇનના આ વ્યૂહાત્મક વિસ્તારો પર બલૂચિસ્તાનની પોતાની નવી ચેકપોસ્ટ્સ અને કમાન્ડ સેન્ટરો કાર્યરત કરી દેવામાં આવ્યા છે.
સૌથી મોટો ઝટકો પાકિસ્તાનને એ વાતનો લાગ્યો છે કે સદીઓ જૂના ભાઈચારાના બંધનને મજબૂત કરતા અફઘાનિસ્તાન અને આઝાદ બલુચિસ્તાન હવે સત્તાવાર રીતે એક થઈ ગયા છે. પાકિસ્તાન નામના સંયુક્ત દુશ્મનનો સફાયો કરવા માટે બંને દેશોએ રાત્રિના અંધકારમાં એક હાઈ-લેવલ ગુપ્ત બેઠક કરીને "સંયુક્ત સરહદ સુરક્ષા વ્યવસ્થા" સ્થાપિત કરવાનો મોટો નિર્ણય લીધો છે. આ નવા સંરક્ષણ કરાર હેઠળ હવે અફઘાન તાલિબાન અને બલૂચ લડવૈયાઓ ખભેખભા મિલાવીને સરહદ પર સંયુક્ત પેટ્રોલિંગ કરશે, જે પાકિસ્તાનને ચારેય બાજુથી ઘેરીને સૈન્ય રીતે સંપૂર્ણપણે તોડી પાડવા માટેની આખરી યોજના મનાઈ રહી છે.
(6:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
