News of Friday, 8th May 2026
શુભેન્દુ અધિકારી બંગાળના નવા મુખ્યમંત્રીઃ રૂપા ગાંગુલી નાયબ મુખ્યમંત્રીઃ વધુ એક નાયબ મુખ્યમંત્રી સાંજે પ વાગ્યે જાહેર થશે
બંગાળમાં ભાજપનો ‘માસ્ટર પ્લાન'

કોલકાતા, તા.૮: પヘમિ બંગાળમાં ૧૫ વર્ષના મમતા શાસનનો અંત આણી ૨૦૭ બેઠકો સાથે પ્રચંડ વિજય મેળવ્યા બાદ હવે ભાજપ સરકાર રચવા માટે સજ્જ છે. કેન્દ્રીય નિરીક્ષક તરીકે અમિત શાહ અને ઓડિશાના સીએમ મોહન માઝી આજે કોલકાતામાં ધારાસભ્ય દળની બેઠક યોજશે.
શુભેન્દુ અધિકારી બંગાળના નવા મુખ્યમંત્રીઃ રૂપા ગાંગુલી નાયબ મુખ્યમંત્રીઃ વધુ એક નાયબ મુખ્યમંત્રી સાંજે પ વાગ્યે જાહેર થશે.
ભાજપ હાઈકમાન્ડ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની જેમ બંગાળમાં પણ બે નાયબ મુખ્યમંત્રીની નિમણૂક કરી શકે છે. ખાસ કરીને મહિલા મતદારોના વિશાળ સમર્થનને માન આપી અગ્નિમિત્ર પોલ જેવા મહિલા ચહેરાને ડેપ્યુટી સીએમ બનાવી મહિલા સશક્તિકરણનો મોટો સંદેશ આપવાની રણનીતિ ઘડાઈ રહી છે. આ ઉપરાંત, ઉત્તર બંગાળ અને દક્ષિણ બંગાળ વચ્ચે સંતુલન જાળવવા બીજા નાયબ મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવી શકે છે.
રાજ્યપાલ આર.એન. રવિએ ૭ મેના રોજ વિધાનસભા ભંગ કરી દીધી હોવાથી હવે નવી સરકારના શપથ ગ્રહણ માટેની તૈયારીઓ તેજ બની છે. રવીન્દ્ર જયંતીના પવિત્ર અવસરે, એટલે કે ૯ મેના રોજ બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે આ ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાશે. ભાજપના આ નવા બંગાળના રોડમેપમાં ભદ્રલોક, પછાત વર્ગ અને મહિલાઓラત્રણેયને પ્રતિનિધિત્વ આપી મજબૂત વહીવટ આપવાનો સંકલ્પ દેખાઈ રહ્યો છે
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
