News of Thursday, 25th June 2026
શ્યામાપ્રસાદ મુખરજીના મૃત્યુને હત્યા ગણાવતા શુભેન્દુ અધિકારી
૧૯૫૩માં જમ્મુ-કાશ્મીરની જેલમાં થયેલા અવસાનને એક ષડયંત્ર હેઠળની હત્યા ગણાવી : શ્યામાપ્રસાદ મુખરજીની ૧૨૫મી જન્મજયંતીએ ૧૨૫ ફૂટ ઊંચી પ્રતિમાનું ભૂમિપૂજન થશે

નવી દિલ્હી તા.૨૫: પヘમિ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ મંગળવારે ભારતીય જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે મુખર્જીના ૧૯૫૩માં જમ્મુ-કાશ્મીરની જેલમાં થયેલા અવસાનને એક ‘ષડયંત્ર હેઠળની હત્યા' ગણાવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે રાજ્યની ભાજપ સરકાર મુખર્જીના આદર્શોને અનુસરીને કામ કરશે અને વિદ્યાર્થીઓને રાજ્યની રચનાના ઇતિહાસથી માહિતગાર કરવામાં આવશે.
મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે મુખર્જીની ૧૨૫મી જન્મજયંતિ એટલે કે ૬ જુલાઈના રોજ તેમની ૧૨૫ ફૂટ ઊંચી પ્રતિમા માટે ‘ભૂમિ પૂજન' કરવામાં આવશે અને તે દિવસે રાજ્યમાં સત્તાવાર જાહેર રજા રહેશે. આ સાથે જ હુગલી જિલ્લાના જીરુટમાં આવેલા તેમના પૈતૃક આવાસ પર એક ભવ્ય સ્મારક અને પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવશે, જેના માટે રાજ્યના બજેટમાં પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, ‘'એક દેશમાં બે બંધારણ, બે વડા અને બે ધ્વજ નહીં ચાલે'' એ મુખર્જીનું પ્રખ્યાત સૂત્ર જ તેમના અકાળ મૃત્યુનું મુખ્ય કારણ બન્યું હતું.
જમ્મુ-કાશ્મીરમાં પરમિટ વિના પ્રવેશ કરવા બદલ ધરપકડ બાદ જેલમાં તેમનું મૃત્યુ આજે પણ એક મોટું રહસ્ય છે. મુખ્યમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, ૧૯૪૭માં પヘમિ બંગાળને ભારતમાં સામેલ કરાવીને આપણને માતૃભૂમિ આપવા બદલ સમગ્ર બંગાળી લોકો હંમેશા ઋણી રહેશે. મુખર્જીએ એપ્રિલ ૧૯૪૭માં યોજાયેલ હિન્દુ મહાસંમેલનમાં પ્રસ્તાવ પસાર કરીને પヘમિ બંગાળના જિલ્લાઓને ભારતમાં અકબંધ રાખવાની સફળ પહેલ કરી હતી.
આ કાર્યક્રમમાં નાણાંમંત્રી સ્વપ્ન દાસગુપ્તા અને ઉદ્યોગ મંત્રી તાપસ રોય પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રથમ વખત છે કે જ્યારે માહિતી અને સંસ્કૃતિ વિભાગ તેમજ કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે મુખર્જીની પુણ્યતિથિને ‘આત્મબલિદાન દિવસ' તરીકે ઉજવવામાં આવી છે.
(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
