<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

શ્રી કૃષ્‍ણ ભગવાન પુર્ણ નહી, પરિપુર્ણ, સંપુર્ણ અને પરમપુર્ણ છેઃ પૂ. મોરારીબાપુ

કર્ણાટકની ભુમિ ઉપર ‘માનસ કૃષ્‍ણાવતાર' શ્રી રામકથાનો શુભારંભ

રાજકોટ, તા. રઃ ભારતના કર્ણાટક રાજયની ઉડુપીની શ્રી કૃષ્‍ણમય અને શ્રી વલ્લભાચાર્યજીની ભૂમિ પરથી કાલે પૂ. મોરારીબાપુની રામકથા ‘માનસકૃષ્‍ણાવતાર' નો શુભ-મંગલમય પ્રારંભ થયો હતો. પ્રકૃતિમય વાતાવરણ અને દરિયા કિનારે આવેલા રીસોર્ટના વાતાનુકુલિત સંવાદમુડુ (સભાખંડ)માં ઉડુપી ખાતેની સોળમી (૧૬)/ રામકથાનું ગાન થઇ રહયું છે અને કથાક્રમની નવસો ત્‍યાંસી (૯૮૩) મી રામકથા છે. પવિત્ર શ્રાવણ માસના દિવસો છે અને બે દિવસ પછી જન્‍માષ્‍ટમી છે ત્‍યારે બાપુએ બાલકાંડના આ ચોપાઇઓ કથાના કેન્‍દ્રિય વિષય તરીકે નિヘતિ કરી હતી.

કથાના પ્રેમમય સંવાદમાં જણાવ્‍યું કે આપણે ત્‍યાં પૂજનનો મોટો મહિમા છે અને પૂજન થવું જ જોઇએ પણ તલગાજરડીય દ્રષ્‍ટિએ કહું તો કોઇ પણ ક્ષેત્રમાં સેવન જરૂરી છે. ગુરૂ પૂજન થાય છે પણ ગુરૂ વચનોનું સેવન થવું જોઇએ. આપણે વચન ભુલી ગયા છીએ અને માત્ર પૂજન જ કહીએ છીએ, એટલે અહીં પૂજનનો વિરોધ  નથી પુર્ણ ગુરૂવચનનું સેવન જરૂરી છે. વૈદ્યનું પુજન થાય છે ત્‍યારે ઔષધીનું સેવન થવુ જોઇએ. સાધુનુ પુજન થાય પણ સાધુતાનું સેવન થવું જોઇએ. ગાયનં પુજન થાય પણ ગાયના દુધનું સેવન થવું જોઇએ. રાજાનું પુજન તો કરીએ પણ રાજાએ પ્રજાનું સેવન કરવું જોઇએ. પ્રજાનું શોષણ ન થવુ જોઇએ. વકતાનું પુજન થવુ જોઇએ અને વકતાના વકતવ્‍યનું સેવન પણ થવું જોઇએ.

ભગવાન કૃષ્‍ણએ સનાતન ધર્મની સ્‍થાપના કરી છે. ભાગવતજીમાં કહયું છે ધર્મના નામ વિધર્મ, પરધર્મ, ઉમાધર્મ, આભાસી ધર્મ અને છલધર્મ ફેલાય રહયો છે અને ધર્મના નામે બોજ બની રહયો છે. કૃષ્‍ણ સ્‍વયં સનાતન ધર્મ છે. ભગવાન શ્રીકૃષ્‍ણ માત્ર પુર્ણ નથી પણ એ પરીપુર્ણ છે. સંપુર્ણ છે, પરમપુર્ણ છે. -મનોજ જોશી-‘મજો' રાજકોટ મો. ૮૧૪૦ર ૧૩૧૩૦, ૯૪ર૬ર ૪ર૧૧પ.

(2:57 PM IST)