<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

પોતાના નવા સંસ્મરણો પ્રકાશિત થવાના થોડા સમય પહેલા જ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડને કેન્સર વિશે શેર કરી હૃદયદ્રાવક માહિતી

ગંભીર બિમારીના કારણે કાર્યક્ષમતા ધીમી પડી હોવાનો સ્વીકાર કરતા બાઈડને આગામી પુસ્તક 'પ્રોમિસ મી, અમેરિકા' ના પ્રચાર કાર્યક્રમો મર્યાદિત કર્યા

વોશિંગ્ટન : અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડને પોતાના આગામી રાષ્ટ્રપતિ-કાળના સંસ્મરણોના પ્રકાશનના થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર પ્રોસ્ટેટ કેન્સરની ગંભીર સ્થિતિ અને તેના સ્વાસ્થ્ય પર પડી રહેલા પ્રભાવ વિશે અત્યંત ભાવુક અને ખુલાસા400 શબ્દોમાં હૃદયદ્રાવક માહિતી શેર કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વ્હાઇટ હાઉસ છોડ્યા પછી ગયા વર્ષે પોતાના કેન્સરના નિદાન વિશે જાહેર કરનાર ૮૩ વર્ષીય જો બાઈડને સોશિયલ મીડિયા હેન્ડલ 'એક્સ' પર જણાવ્યું હતું કે આ બીમારીએ તેમને રોક્યા નથી, પરંતુ કેટલાક દિવસો સારા હોવા છતાં આ રોગ તેમની ગતિ ચોક્કસપણે ધીમી કરી દે છે.

તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે આગામી ૧૭ નવેમ્બરે બજારમાં આવનાર તેમના મહત્વપૂર્ણ પુસ્તક 'પ્રોમિસ મી, અમેરિકા' ના પ્રચાર અને ચર્ચાઓ માટે તેઓ આશા રાખી હતી તેટલા વધુ કાર્યક્રમોમાં હાજરી આપી શકશે નહીં, પરંતુ તેમને વિશ્વાસ છે કે પુસ્તકના શબ્દો પોતે જ દેશ અને જનતા સમક્ષ સાચો ઇતિહાસ રજૂ કરશે.

તબીબી સારવાર અને સ્થિતિ વિશે વાત કરતા તેમના પુત્ર હંટર બાઈડને અગાઉ જણાવ્યું હતું કે કેન્સર હાડકાં અને અન્ય ભાગો સુધી ફેલાઈ જવાના કારણે સ્થિતિ અત્યંત અશક્ત અને પીડાદાયક બની ગઈ છે, તેમ છતાં ડોક્ટરોની દેખરેખ હેઠળ રેડિયેશન સારવાર અસરકારક રહી છે અને તેઓ પોતાના મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરી રહ્યા છે.

આ પુસ્તક રાષ્ટ્રપતિ તરીકેના તેમના કાર્યકાળના પડકારો, મહત્વપૂર્ણ નિર્ણયો અને અમેરિકાની લોકશાહી તથા મૂલ્યોના ભવિષ્ય પર પ્રકાશ પાડે છે, તેમજ તેમણે અગાઉ પુરુષોને પ્રોસ્ટેટ કેન્સરના વહેલા નિદાન માટે જાગૃત રહેવાની અપીલ પણ કરી હતી.
 

આગામી સમયમાં આ પુસ્તકના પ્રકાશન બાદ રાજકીય અને સાહિત્યિક જગતમાં જો બાઈડનના આ સંસ્મરણોને લઈને વ્યાપક ચર્ચાઓ થવાની સંભાવના છે, જે તેમના જીવનના સંઘર્ષો અને કારકિર્દીના અંતિમ અધ્યાયને ઉજાગર કરશે.

(9:36 PM IST)