News of Monday, 2nd November 2026
અમેરિકામાં ડલાસ સહિતના સ્થળે ગોળીબારઃ કુલ છ લોકોનાં મોત
હેલોવીનની ઊજવણી લોહીયાળ બની : હેલોવીનની ઊજવણીમાં ટીનેજર્સની હિંસા ટાળવા અનેક શહેરોમાં સગીરો માટે કરફયૂ નંખાયો

વોશિંગ્ટન,તા.૨: અમેરિકામાં હેલોવીનની ઊજવણી લોહીયાળ બની હતી. ડલાસમાં ગોળીબારની અલગ અલગ ઘટનાઓમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતા અને ૧૫થી વધુ ઘાયલ થયા હતા. બીજીબાજુ હેલોવીન વીકએન્ડમાં ટીનેજર્સ દ્વારા હિસાની વધર્તી ઘટનાઓને રોકવા અનેક શહેરોમાં ટીનેજર્સ માટે કરફયૂ જાહેર કરાયો હતો. દરમિયાન અમેરિકામાં હેલોવીન વીકએન્ડ પર સમગ્ર દેશમાં હિસાની અનેક ઘટનાઓ બની હતી.
ડલાસમાં પોલીસ વડા ડેનિયલ કોમેક્સે જણાવ્યું કે, ગોળીબારની ત્રણ અલગ અલગ ઘટનાઓમાં ચાર લોકોનાં મોત થયા છે અને ૧૫ને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડાયા છે. ગોળીબાર શા માટે થયા તે તાત્કાલિક જાણી શકાયું નથી. પોલીસ ડીપ ઈલ્યુમ નેબરહુડની ઘટનાઓમાં કોઈ સંબંધ છે કે નહીં તેની તપાસ કરી રહી છે. આ ઘટનાઓમાં કેટલાક લોકોની ધરપકડ કરાઈ છે, પરંતુ તેમણે તેની વિગતો આપવાનો ઈનકાર કર્યો હતો. આ સિવાય અલાબામાના બર્મિગહામમાં લિજન ફિલ્ડ બહાર મેજિક સિટી ક્લાસિક ફૂટબોલ મેચ પછી એક સામૂહિક ગોળીબારમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને અન્ય આઠને ઈજા પહોંચી હતી તેમ પોલીસે જણાવ્યું હતું.
દરમિયાન અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી હેલોવીન વિકએન્ડમાં ટીનેજર્સ દ્વારા અચાનક જ મોટાપાયે રસ્તા પર ઉતરીને ઊજવણી કરવાનું હતું
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
