<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

ફ્લોરિડાના ટેમ્પા શહેરમાં ફાયરિંગ : સીટી બેન્કના કોમ્પ્લેક્ષ બહાર અંધાધૂંધ ગોળીબાર : બે લોકોના મોત

ફાયરિંગની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી: લોકોમાં ભયનો માહોલ સર્જાયો

અમેરિકાના ફ્લોરિડા રાજ્યના ટેમ્પા શહેરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. શહેરમાં આવેલી સિટી બેંકના કોમર્શિયલ કોમ્પ્લેક્સની બહાર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં બે લોકોનાં મોત થયાના અહેવાલ છે. 

પ્રાથમિક માહિતી અનુસાર, સુરક્ષા ગાર્ડ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. ફાયરિંગની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દોડી આવી હતી. જોકે, ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ અને મૃતકોની ઓળખ સહિતની વિગતો હજુ સ્પષ્ટ થઈ નથી. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

(10:55 AM IST)