તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
કેનેડાના મોન્ટ્રિયલમાં હોટલ બહાર ફાયરિંગ: એક પોલીસ ઓફિસર અને એક નાગરિકના મોત :હુમલાખોરને ઠાર માર્યાનો દાવો
હોટલ નજીક ગન સાથે એક શંકાસ્પદ વ્યક્તિ હોવાના સમાચાર મળતા પોલીસ ટીમ સ્થળ પર પહોંચી જ્યાં અચાનક ફાયરિંગ શરૂ થયું

કેનેડાના મોન્ટ્રિયલ શહેરમાં એક હોટલ બહાર થયેલા ફાયરિંગની ઘટનામાં એક પોલીસ ઓફિસર અને એક નાગરિક સહિત બે લોકોના મોત થયા છે. હોટલ નજીક ગન સાથે એક શંકાસ્પદ વ્યક્તિ હોવાના સમાચાર મળતા પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી, જ્યાં અચાનક ફાયરિંગ શરૂ થયું હતું. પોલીસે જવાબી કાર્યવાહી દરમિયાન એક શંકાસ્પદ હુમલાખોરને પણ ઠાર માર્યાનો દાવો કર્યો છે. જોકે ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી અને પોલીસ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે. નોંધનીય છે કે છેલ્લા 24 વર્ષમાં મોન્ટ્રિયલમાં ગોળીબારમાં કોઈ પોલીસ ઓફિસરનું મોત થવાની આ પ્રથમ ઘટના છે.
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
