<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

શોકિંગઃ લગ્ન બાદ પતિ દૂર દૂર રહેતો..પત્‍નીએ છુપાઈને કેમેરા લગાવ્‍યા.. જોઈ ન શકાય તેવા કામ કરતો

સાસરિયાનો ત્રાસ વધી જતાં પત્‍ની મૈનપુરી પોલીસ સ્‍ટેશન પહોંચી અને પતિ વિરુદ્ધ પૂરાવા સાથે ફરિયાદ નોંધાવી

 

મૈનપુરી તા.૨: લગ્ન એક એવો શબ્‍દ છે, જેના માટે કહેવાય છે કે જેણે લગ્નનો લાડવો ખાધો એ પસ્‍તાય અને જેણે નથી ખાધો એ પણ પસ્‍તાય. આપણા સમાજમાં છોકરીનો જન્‍મ થતાં જ તેના મા-બાપ તેની વિદાય કરવાના સપના જોવા લાગતા હોય છે. વિચારે છે કે દીકરીને એક એવા ઘરમાં, રાજકુમાર સાથે મોકલીશું, જે તેમના કરતા પણ વધારે દેખરેખ રાખી શકે. પણ જરા વિચારો આવું ન થાય તો મા-બાપ અને દીકરી પર શું વિતતી હશે. કંઈક આવો જ કિસ્‍સો યૂપીના મૈનપુરીમાંથી સામે આવ્‍યો છે.

એક મા-બાપે ભણેલા-ગણેલા અને લાખો રૂપિયા કમાતા છોકરા સાથે પોતાની દીકરીના લગ્ન કરાવી દીધા. બધું ઠીકઠાક ચાલી રહ્યું હતું, પણ લગ્ન બાદ પતિ તેનાથી દૂર દૂર રહેવા લાગ્‍યો. તેની સાથે શારીરિક સંબંધ નહોતો બાંધતો. તે જ્‍યારે પણ નજીક જતી તો કોઈને કોઈ બહાના બનાવી ભાગી જતો. પણ બાદમાં જ્‍યારે સચ્‍ચાઈ જાણવા મળી તો તેને બેડરૂમમાં છુપાઈને કેમેરા લગાવી દીધા. તો પતિની ગંદી હરકતનો ખુલાસો થયો. તો આવો જાણીએ શું છે આ સમગ્ર મામલો.

મૈનપુરીની રહેવાસી પીડિતાના લગ્ન ફેબ્રુઆરી ૨૦૨૪માં એટાના શિવમ ગુપ્તા સાથે થયા હતા. પિતાએ ધૂમધામથી દીકરીની વિદાય કરી અને લગ્નમાં ૧ કરોડનો ખર્ચ કર્યો હતો. શિવમે આઈઆઈટીમાંથી એમટેક કર્યું હતું અને મુંબઈની એક કંપનીમાં એક્‍ઝીક્‍યૂટિવ એન્‍જાિનિયર છે. મહિને અઢી લાખ રૂપિયા તેની સેલરી છે. લગ્ન બાદ બંને આગરાના એક લક્‍ઝરી એપાર્ટમેન્‍ટમાં રહેવા લાગ્‍યા. લગ્ન બાદથી શિવમ તેનાથી દૂર રહેવા લાગ્‍યો. તેણે ઘણી કોશિશ કરી કે બધું ઠીક થઈ જશે. પણ છતાંયે પતિ તેની પાસે ન આવ્‍યો. જ્‍યારે લગ્નના કેટલાય મહિના વિતી ગયા બાદ પણ શિવમે તેની સાથે શારીરિક સંબંધ ન બનાવ્‍યા તો તેને અજીબ લાગ્‍યું.

ત્‍યાં સુધી કે હવે તો શિવમ પતિ જેવો કોઈ વ્‍યવહાર પણ નહોતો રાખતો. પતિના આ પ્રકારના વર્તનથી પરેશાન થઈ મહિલાએ ફલેટમાં કેટલાય ગુપ્ત કેમેરા લગાવી દીધા. કેમેરામાં રેકોર્ડ વીડિયો ફુટેજ જ્‍યારે તેણે જોયા તો પગ તળેથી જમીન સરકી ગઈ. પતિ અલગ અલગ ફુટેજમાં અલગ અલગ છોકરા સાથે કઢંગી હાલતમાં દેખાયો. પત્‍નીનો આરોપ છે કે પતિ પૈસા આપી છોકરાને ઘરે બોલાવતો હતો અને તેની સાથે સંબંધ કુકર્મ કરતો હતો.

જ્‍યારે પત્‍નીને પતિની આ ગંદી હરકતની ખબર પડી તો તેણે તેનો વિરોધ કર્યો, જો કે એન્‍જાિનિયર પતિએ પોતાના કાંડ છુપાવવા માટે તેને જાનથી મારી નાખવાની ધમકી આપવાનું શરુ કરી દીધું. પત્‍નીનો આરોપ છે કે ત્‍યાર બાદ સાસરિયા પક્ષના લોકોએ હેરાન કરવાનું શરુ કર્યું. એટલું જ નહીં ૫૦ લાખ રૂપિયાના દહેજની માગ પણ કરવા લાગ્‍યા. સાસરિયાનો ત્રાસ વધી જતાં પત્‍ની મૈનપુરી પોલીસ સ્‍ટેશન પહોંચી અને પતિ વિરુદ્ધ પૂરાવા સાથે ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપી શિવમ દુબે વિરુદ્ધ ગંભીર ધારાઓમાં કેસ નોંધી લીધો. પોલીસનું કહેવું છે કે ફુટેજ અને અન્‍ય પૂરાવાના આધાર પર તપાસ થઈ રહી છે અને ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે.

(9:58 AM IST)