તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
હોર્મુઝ સ્ટ્રેટમાંથી ઓઈલ લઈ જતાં જહાજોની અવરજવર ધીમે ધીમે ફરી શરૂ થવા લાગી
જહાજોની સંખ્યા હજુ પણ યુદ્ધ પહેલાંની સરખામણીમાં ઘણી ઓછી: યુદ્ધ પહેલા દરરોજ લગભગ 125 જહાજો પસાર થતા હતા

હોર્મુઝ સ્ટ્રેટમાંથી ઓઈલ લઈ જતાં જહાજોની અવરજવર ધીમે ધીમે ફરી શરૂ થવા લાગી છે. કેટલાક મોટા ટેન્કરો આ માર્ગ પરથી પસાર થઈ ચૂક્યા છે, પરંતુ જહાજોની સંખ્યા હજુ પણ યુદ્ધ પહેલાંની સરખામણીમાં ઘણી ઓછી છે.
શિપ ટ્રેકિંગ ડેટા અનુસાર, લગભગ 20 લાખ બેરલ ઓઈલ લઈને બે મોટા જહાજો હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ચૂક્યા છે. આ ઉપરાંત, વધુ બે સુપર ટેન્કર ખાડી પ્રદેશમાં પહોંચ્યા છે. તેમાંથી એક ઇરાકના બસરા બંદર તરફ જઈ રહ્યું છે.
યુદ્ધ પહેલાં આ દરિયાઈ માર્ગ પરથી દરરોજ લગભગ 125 જહાજો પસાર થતા હતા. હાલમાં અવરજવર ફરી શરૂ તો થઈ ગઈ છે, પરંતુ પરિસ્થિતિ હજુ સંપૂર્ણપણે સામાન્ય થઈ નથી
(9:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
