<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

લંડનમાં વડાપાઉંનો આનંદ માણતા શિંદે

સોશિયલ મીડિયા પર એકનાથ શિંદેનો એક વીડિયો વાયરલ

લંડન તા.૧૪: મહારાષ્ટ્રના નાયબ મુખ્‍યમંત્રી એકનાથ શિદેની બ્રિટનની બે દિવસીય મુલાકાત શુક્રવારે પૂર્ણ થઈ. આ પ્રવાસ દરમિયાન, શિદેએ બ્રિટિશ સંસદમાં સંબોધન કર્યું અને અનેક પુરસ્‍કારો મેળવ્‍યા. તેમણે રોકાણકારો સાથે મુલાકાત કરી અને મહારાષ્ટ્રમાં વિદેશી રોકાણ આકર્ષવા અંગે ચર્ચા કરી. દરમિયાન, લંડનમાં તેઓ વડાપાઉં ખાતા હોય તેવા ફોટા અને વીડિયો વાયરલ થયા છે. શિદે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીને પણ મળ્‍યા હતા.

સોશિયલ મીડિયા પર એકનાથ શિદેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ લંડનમાં વડાપાઉં ખાતા જોવા મળે છે. તેઓ વડાપાઉંની સાથે લીલા મરચાં પણ ખાતા જોવા મળ્‍યા હતા. શિવસેનાના નેતા રાહુલ કનાલ તેમની સાથે જોવા મળ્‍યા હતા. શિદેની લંડન મુલાકાતના અનેક ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્‍યા છે, જેમાં તેમનો નવો લુક જોવા મળે છે. તેમણે બ્રિટિશ સંસદમાં ‘જય મહારાષ્ટ્ર'નો નારો લગાવ્‍યો અને યુકેમાં વસતા મરાઠી સમુદાય સાથે સંવાદ કર્યો.

એકનાથ શિદેને હાઉસ ઓફ લોર્ડ્‍સમાં ‘કોમનવેલ્‍થ પબ્‍લિક લીડરશિપ ઍવોર્ડ‘ એનાયત કરવામાં આવ્‍યો હતો. તેમને હાઉસ ઓફ કોમન્‍સમાં ‘સ્‍ટેટ્‍સમેનશિપ ઍવોર્ડ‘થી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ ઉપરાંત, મરાઠી સમુદાય માટેના એક કાર્યક્રમ દરમિયાન ‘મહારાષ્ટ્ર મંડળ લંડન‘ દ્વારા તેમને ‘ગ્‍લોબલ પ્રાઈડ ઓફ મહારાષ્ટ્ર‘ પુરસ્‍કાર આપવામાં આવ્‍યો હતો. શિદેએ રોકાણકારોની બેઠકો અને હાઉસ ઓફ કોમન્‍સમાં અંગ્રેજીમાં સંબોધન કર્યું હતું. તેમણે ૨૦૩૦ સુધીમાં મહારાષ્ટ્રને એક ટ્રિલિયન ડોલરની અર્થવ્‍યવસ્‍થામાં પરિવર્તિત કરવાના લક્ષ્યની રૂપરેખા રજૂ કરી હતી

(10:02 AM IST)