<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

શેખ હસીના આવતા મહિને બાંગ્‍લાદેશ પરત ફરશે

૧૬ ડિસેમ્‍બરે દિલ્‍હીથી બાંગ્‍લાદેશ જશેઃ બાંગ્‍લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન બે વર્ષ પછી પોતાના દેશ પરત ફરી રહ્યા છે

નવી દિલ્‍હી તા.૨૪: બાંગ્‍લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના બાંગ્‍લાદેશ પરત ફરી રહ્યા છે. તેમણે તારીખ જાહેર કરી છે. તેઓ ૧૬ ડિસેમ્‍બરે ભારતથી બાંગ્‍લાદેશ ઉડાન ભરશે. તેમની ફલાઇટ દિલ્‍હીથી રવાના થશે. સત્તા પરથી હાંકી કાઢવાના બે વર્ષ પછી શેખ હસીના બાંગ્‍લાદેશ પરત ફરી રહ્યા છે.

આ સમાચાર બાંગ્‍લાદેશના વડા પ્રધાન તારિક રહેમાન માટે કોઈ મોટા ઝટકાથી ઓછા નથી. બાંગ્‍લાદેશમાં સત્તામાં પાછા ફર્યા પછી, તારિક રહેમાન બાંગ્‍લાદેશની પ્રગતિ દર્શાવતો એક પણ સીમાચિホ હાંસલ કરવામાં નિષ્‍ફળ રહ્યા છે. આવી સ્‍થિતિમાં, જો તેમના સૌથી મોટા રાજકીય હરીફ બાંગ્‍લાદેશ પાછા ફરે છે, તો તે તેમના માટે મુશ્‍કેલ રાજકીય સમય હશે.

શેખ હસીના બાંગ્‍લાદેશ ભાગી ગયા અને ભારત પાછા ફર્યા ત્‍યારથી, તેમના રાજકીય પક્ષ, બાંગ્‍લાદેશ અવામી લીગના ઘણા નેતાઓ કાં તો પાર્ટી છોડી ચૂક્‍યા છે અથવા કટ્ટરપંથીઓથી છુપાઈને જીવન જીવી રહ્યા છે. આવી સ્‍થિતિમાં, શેખ હસીનાના દેશમાં પાછા ફરવાથી તેમનો ઉત્‍સાહ ફરી જાગી શકે છે, અને તેમનો પક્ષ બાંગ્‍લાદેશમાં ફરીથી મજબૂત થવાનું શરૂ કરી શકે છે.(૩૮

 

(11:12 AM IST)