<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

પતિને છોડી પ્રેમી સાથે મુંબઈ રહેવા ગઈ તો પ્રેમી એકલી મૂકી ભાગી છૂટયો

મુંબઇનાં યુવાન સાથે ઈન્‍સ્‍ટા... પ્રેમમાં પડ્‍યા બાદ યુવતી ન ઘરની કે ઘાટની રહી

મુંબઇ તા.૧૮: સુરતમાં પિયર રહેવા દરમ્‍યાન મુંબઈનાં યુવક સાથે ઇન્‍સ્‍ટા.થી પ્રેમમાં પડેલી ૨૨ વર્ષીય યુવતી પસ્‍તાઈ હતી. પતિને પ્રેમપ્રકરણની જાણ થઈ જતાં પોતાની સાથે મુંબઈ રહેવા લઈ ગયેલો યુવક પરિણીતાને એકલી મૂકી ભાગી છૂટતાં તે મુશ્‍કેલીમાં મુકાઈ હતી.

પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશની વતની નીમી (ઉ.વ. ૨૨) પિતા સાથે સુરતનાં પુણા વિસ્‍તારમાં રહે છે. મેં-૨૫માં તેનાં લગ્ન તેમની જ જ્ઞાતિનાં અને મુંબઈનાં કુર્લામાં રહેતાં યુવક સાથે થયા હતા. અહીં વીસેક દિવસ રહ્યા બાદ તે પરત પિતાનાં ઘરે રહેવા આવી

ગઈ હતી. જુલાઈ મહિનામાં તે ઈન્‍સ્‍ટા., પર સુશીલ છોટઇ પાલ (રહે, કાંદીવલી, મુંબઈ) સાથે પરિચયમાં આવી હતી. ઓગસ્‍ટ મહિનામાં આ યુવક તેને મળવા સુરત આવી પહોંચ્‍યો હતો. પૂણાની ઓઘો ફોર કિગ હોટેલમાં યુવતીને બોલાવી તેની સાથે શારિરીક સંબંધ બાંધ્‍યા હતા. આ સિલસિલો બીજાં મહિને પણ યથાવત રહ્યો હતો.

દરમ્‍યાન આ યુવતી નવેમ્‍બર-૨૫માં પતિ સાથે કુર્લા રહેવા જતી રહી હતી. પત્‍નીનાં અન્‍ય યુવક સાથે અનૈતિક સંબંધ હોવાની જાણ થઈ જતાં બંને વચ્‍ચે ઝથડા શરૂ થતાં યુવતી પતિને છોડી સુરત પિયર આવી ગઈ હતી. પોતે લગ્ન કરશે તેમ કહી આ યુવક પહેલી જાન્‍યુઆરી-૨૬એ સુરત આવ્‍યો હતો અને યુવતીને પોતાની સાથે દહીંસર લઈ ગયો હતો. અહીં ચાર મહિના સુધી લગ્ન વિના જ યુવતીને ભોગવ્‍યા બાદ તેને એકલી જોઈ ભાગી છૂટયો હતો. પ્રેમીના ભરોસે પતિને છોડી દીધો હોઈ આ યુવતી માટે તો બાવાના બેય બગડપા જેવી સ્‍થિતિ આવી પડી હતી. ૧૨મીએ પ્રેમી વિરૂદ્ધ દહીંસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં મુંબઈ પોલીસે આ ફરિયાદ પૂણા પોલીસ મથકે ટ્રાન્‍સફર કરતાં સબ ઇન્‍સપેક્‍ટર એન.ડી. વેકરીયાએ વધુ તપાસ હાથ પરી છે.

(10:11 AM IST)