<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

શરદ પવારની તબિયતમાં સુધારો: મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી રજા મળશે

વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને TMCના વડા મમતા બેનર્જીએ તેમના સ્થ્ય વિશે પૂછપરછ કરવા માટે ફોન કર્યો હતો

મુંબઈ :રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના વડા શરદ પવારની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તેમને આજે સવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. તેમની પુત્રી અને સાંસદ સુપ્રિયા સુલેએ જણાવ્યું હતું કે તેમને સવારે 11 વાગ્યે રજા મળી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના વડા મમતા બેનર્જીએ તેમના પિતાના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરવા માટે ફોન કર્યો છે.

(12:25 AM IST)