<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

શરદ પવારે કહ્યું - એનસીપીના બંને જૂથ ફરી ભેગા થવાનો કોઈ સવાલ જ નથી

અમિતભાઇ શાહ સાથે સુપ્રિયા સુલેની મુલાકાત અને સુપ્રિયા સુલે અને શરદ પવાર વડાપ્રધાન મોદીને મળતા અનેક અટકળ

શરદ પવારે જણાવ્યું કે- નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)નાં બંને જૂથના ફરી ભેગા થવાનો કોઈ સવાલ જ નથી. પવારનું નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે એક દિવસ અગાઉ એનસીપી (શરદ પવાર જૂથ)ની સાંસદ સુપ્રિયા સુલે અને સાંસદ બજરંગ સોનવણે એ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ સાથે મુલાકાત કરી હતી.

 

એનસીપી સાંસદ સુપ્રિયા સુલે એ હાલમાં ગૃહમંત્રી અમિતભાઈ  શાહ સાથે મુલાકાત કરી હતી. જે પછી બંને જૂથના એક થવા અને તેમના એનડીએમાં સામેલ થવાની અટકળોને ફરી બળ મળ્યું હતું. અગાઉ એવી ચર્ચાઓ હતી કે, ભાજપ હાઈકમાન્ડ એનસીપીના બંને જૂથના એક થયા બાદ જ તેમને એનડીએમાં સામેલ કરવા માટે તૈયાર થશે. જોકે, હાલ સુપ્રિયા સુલે દીકરીના લગ્નનાં રિસેપ્શનનું આમંત્રણ આપવા માટે મળવા ગયા હોવાનું સામે આવ્યું છે.

 

આ અગાઉ 22 જુલાઈ એ સુપ્રિયા સુલે અને શરદ પવાર વડાપ્રધાન મોદીને મળવા પહોંચ્યા હતા. શરદ પવારે વડાપ્રધાનને એક પત્ર પણ સોંપ્યો હતો. આ બેઠક લગભગ 20 મિનિટ ચાલી હતી. પવારે પેપર લીક, વિદ્યાર્થીઓના આંદોલનની સાથોસાથ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા મુદ્દે વાત થઈ હોવાનું જણાવ્યું હતું.

(10:44 PM IST)