<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

એનસીપીના વિલીનીકરણની અટકળો વચ્ચે શરદ પવારને મળશે ઉદ્ધવ ઠાકરે

બંને નેતાઓ મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા કરે તેવી અપેક્ષા

 મુંબઈ : બંને એનસીપી જૂથના વિલીનીકરણની ચર્ચા વચ્ચે શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે આજે બપોરે 12 વાગ્યે એનસીપી (એસપી)ના સુપ્રીમો શરદ પવારને મળશે. ઠાકરે પવારના સ્વાસ્થ્યની પૂછપરછ કરવા માટે સિલ્વર ઓકની મુલાકાત લેશે. બંને નેતાઓ મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે. એનસીપીના બંને જૂથો વચ્ચે વિલીનીકરણની અટકળો વચ્ચે, આ મુલાકાતનું અનેક રીતે અર્થઘટન કરવામાં આવી રહ્યું છે.

(11:48 AM IST)