તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th April 2026
મુંબઈમાં માનવતા શર્મસાર: ગટરમાંથી મળી સડેલી લાશ : જીજાજીએ સાળીની હત્યા કરી લાશ ફેંકી દીધી
નવી મુંબઈના તુર્ભે MIDC વિસ્તારમાં ગટરમાંથી 30-35 વર્ષીય મહિલાની સડેલી લાશ મળી; ગળું દબાવી હત્યા કરી પુરાવા નાશ કરવાનો પ્રયાસ

મુંબઈ તા.૨૭ : મુંબઈમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. નવી મુંબઈના તુર્ભે MIDC વિસ્તારમાં ગટરમાંથી એક અજાણી મહિલાની સડેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસ તપાસમાં ખુલ્યું કે મહિલાની હત્યા તેના જ જીજાજીએ કરી હતી અને પુરાવાનો નાશ કરવા લાશ ગટરમાં ફેંકી દીધી હતી.
TV13 ગુજરાતીના અહેવાલ મુજબ, 3 નવેમ્બરની સાંજે તુર્ભેના ઈન્દિરાનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોએ એવરેસ્ટ કંપની પાસેની ગટરમાંથી અસહ્ય દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા ગટરમાંથી 30થી 35 વર્ષની આશરે ઉંમરની એક મહિલાની અર્ધ સડેલી લાશ મળી આવી હતી. લાશને તાત્કાલિક વાશીની NMMC હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ ગળું દબાવવાનું સામે આવ્યું હતું. પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ હત્યા અને પુરાવાનો નાશ કરવાના આરોપસર ગુનો નોંધ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે મૃતક મહિલા આરોપીની સાળી હતી. ઘરેલુ વિવાદમાં જીજાજીએ સાળીની ગળું દબાવી હત્યા કરી નાખી અને લાશને ગટરમાં ફેંકી દીધી હતી.
તુર્ભે MIDC પોલીસે જણાવ્યું કે મૃતકની ઓળખ માટે મુંબઈ, નવી મુંબઈ, થાણે અને રાયગઢના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલી ગુમ વ્યક્તિની ફરિયાદો તપાસવામાં આવી રહી છે. ઘટના સ્થળે CCTV ન હોવાથી પોલીસ ટેકનિકલ પુરાવાના આધારે આરોપીને પકડવા આઠ ટીમો બનાવી તપાસ કરી રહી છે.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
