News of Monday, 27th July 2026
શાહરુખ ખાન, વિજય માલ્યા કે હિંદુજા બ્રધર્સઃ વિદેશમાં કોની પાસે સૌથી મોંઘી પ્રોપર્ટી?
સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ લંડનના મેફેયર વિસ્તારમાં એબરકોનવે હાઉસ ખરીદ્યું તેની કિમત લગભગ ૧૪૦૦ કરોડ છે

નવી દિલ્હી તા.૨૫: આજે અમે તમને એવી જ ૭ અલ્ટ્રા લકઝરી પ્રોપર્ટીઝ વિશે જણાવીશું જે છે તો વિદેશમાં પરંતુ તેમના માલિક ભારતીય છે. આ સેલિબ્રિટિઝમાં બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનથી લઈને વિજય માલ્યા સુધીની હસ્તીઓ સામેલ છે. તેમની વેલ્યૂ ૧૦,૦૦૦ કરોડ સુધીની છે.
હિદુજા બ્રધર્સની ઓલ્ડ વોર ઓફિસ લંડનઃ જો કૂલ રોકાણની વાત કરીએ તો આ યાદીમાં સૌથી ઉપર આવે છે. હિદુજા બ્રધર્સે લંડનની ઐતિહાસિક ઓલ્ડ વોર ઓફિસ બિલ્ડિંગ ખરીદી અને તેને રેફલ્સ હોટલ અને લકઝરી રેસિડેન્સમાં બદલી દીધી. રિપોર્ટ્સ પ્રમાણે, આ પૂરા પ્રોજેક્ટમાં લગભગ :૧ બિલિયન એટલે કે, ૧૦,૦૦૦ કરોડથી પણ વધારેનું રોકાણ થયું છે.
અદાર પૂનાવાલાનું એબરકોનવે હાઉસ, લંડનઃ સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ લંડનના મેફેયર વિસ્તારમાં એબરકોનવે હાઉસ ખરીદ્યું હતું. તેની કિમત લગભગ ૧૪૦૦ કરોડ જણાવવામાં આવી છે. આ લંડનના સૌથી મોંઘા ખાનગી ઘરોમાં સામેલ છે.
લક્ષ્મી મિત્તલનું લંડન મેન્શનઃ સ્ટીલ કારોબારી લક્ષ્મી મિત્તલનું કેન્સિંગ્ટન પેલેસ ગાર્ડન્સ સ્થિત હવેલીને તાજ મહેલ ઓફ લંડન પણ કહેવામાં આવે છે. તેની કિમત ૧,૦૦૦ કરોડથી પણ વધારે આંકવામાં આવે છે. આ દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત રહેણાંક રસ્તાઓમાંથી એક પર સ્થિત છે.
વિજય માલ્યાનું ફ્રાંસવાળું એસ્ટેટઃ વિજય માલ્યાએ ૨૦૦૮માં ફ્રાન્સના કાંસ પાસે એક ખાનગી દ્વીપ પર સ્થિત ‘લે ગ્રાન્ડ જાર્ડિન' એસ્ટેટ ખરીદ્યું હતું. અલગ-અલગ રિપોર્ટ્સમાં તેની કિમત ૨૫૦ કરોડથી ૪૫૦ કરોડની વચ્ચે જણાવવામાં આવી છે. આ એસ્ટેટમાં હેલિપેડ, વાઈનયાર્ડ, પ્રાઈવેટ ડોક અને ઘણી લકઝરી સુવિધાઓ પણ છે.
M.A.યૂસુફ અલીની ગ્રેટ સ્કોટલેન્ડ યાર્ડ હોટલઃ લુલુ ગ્રુપના ચેરમેન એમ.એ.યૂસુધ અલીએ લંડનની ઐતિહાસિક ઈમારતને ખરીદીને તેને ૫-સ્ટાર હોટલમાં ફેરવી દીધી. ખરીદી અને રિનોવેશન પર લગભગ ઼૯૯ મિલિયનથી વધારેનું રોકાણ કરવામાં આવ્યું છે.
પ્રિયંકા ચોપરાનું લોસ એન્જલસ મેન્શનઃ પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનસનું લોસ એન્જલસ સ્થિત આલીશાન ઘર પણ હાલ ઘણી ચર્ચામાં રહે છે. આ મેન્શનની કિમત લગભગ ડોલર ૨૦ મિલિયન એટલે કે, ૧૬૦ કરોડથી ૧૭૦ કરોડની વચ્ચે આંકવામાં આવી છે.
શાહરૂખ ખાનનું દુબઈવાળું જન્નતઃ શાહરૂખ ખાનનું પામ જુમેરાહમાં સ્થિત જન્નત વિલા તેમની સૌથી ચર્ચિત વિદેશી પ્રોપર્ટી છે. લગભગ ૧૦૦ કરોડની કિમતવાળા આ બીચફ્રન્ટ વિલામાં પ્રાઈવેટ પુલ, ૬ બેડરૂમ, ખાનગી બીચ અને ઘણી લકઝરી સુવિધાઓ છે. તે દુબઈમાં તેમની રજાઓ માણવા માટે પસંદીદા જગ્યા માનવામાં આવે છે
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
