તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં બર્ડ ફ્લૂનો ગંભીર ખતરો વધ્યો:હાઇ એલર્ટ
પોલ્ટ્રી ફાર્મમાં મોટી સંખ્યામાં મરઘાંઓના શંકાસ્પદ મોત: નમૂનાઓ પુણેની લેબોરેટરીમાં ખાસ તપાસ અર્થે મોકલતા બર્ડ ફ્લૂ વાયરસની સત્તાવાર પુષ્ટિ

મુંબઈ: ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાંથી સ્વાસ્થ્યને લઈને અત્યંત ચિંતાજનક અને મોટા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક બર્ડ ફ્લૂના કેસોમાં નોંધપાત્ર વધારો થતાં સ્થાનિક વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે.
છેલ્લા કેટલાક દિવસોમાં પોલ્ટ્રી ફાર્મમાં મોટી સંખ્યામાં મરઘાંઓના શંકાસ્પદ મોત થતાં તેમના નમૂનાઓ પુણેની લેબોરેટરીમાં ખાસ તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા, જેમાં બર્ડ ફ્લૂના વાયરસની સત્તાવાર પુષ્ટિ થઈ છે.
આ ગંભીર બીમારી વધુ ન ફેલાય તે માટે પશુપાલન વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન ચેકિંગ અને સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. નિષ્ણાત ડોક્ટરો અને વૈજ્ઞાનિકોની ટીમે સ્પષ્ટ જણાવ્યું છે કે આ ચેપી રોગ મોટે ભાગે પક્ષીઓમાં જ ઝડપથી ફેલાય છે, પરંતુ જો પૂરતી સાવચેતી ન રાખવામાં આવે તો માણસોમાં પણ સંક્રમણ થવાનું મોટું જોખમ રહેલું છે.
જેને પગલે મહારાષ્ટ્ર સરકારે આખા જિલ્લામાં હાઇ એલર્ટ જાહેર કર્યું છે અને પોલ્ટ્રી ફાર્મ માલિકોને બાયોસિક્યુરિટીના નિયમોનું કડક પાલન કરવાના સખત આદેશો જારી કર્યા છે.
સાવચેતીના ભાગરૂપે પડોશી જિલ્લાઓ અને ગુજરાત સરહદે પણ વાહનોના ચેકિંગ સહિતના તમામ જરૂરી આગમચેતીના પગલાં યુદ્ધના ધોરણે લેવામાં આવી રહ્યા છે.
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
