તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
ટ્રેન દ્વારા તમારી બાઇક કે સાયકલને બીજા શહેરમાં મોકલવી હવે બની ગઈ છે એકદમ સરળ: જાણો રેલ્વેના નવા નિયમો, જરૂરી દસ્તાવેજો અને ભાડાનો પૂરો ખર્ચ
ભારતીય રેલ્વે દ્વારા ટુ-વ્હીલર પાર્સલ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા; પેટ્રોલ ખાલી કરવાથી લઈને પેકિંગ અને વીમા સુધીની તમામ મહત્વપૂર્ણ બાબતો એક જ નજરમાં

નવી દિલ્હી, તા.૦૨: જો તમે નોકરી કે વ્યવસાયના કારણે બીજા શહેરમાં સ્થળાંતર કરી રહ્યા છો અને તમારી બાઇક કે સાયકલને ટ્રેન દ્વારા મોકલવા માંગો છો, તો ભારતીય રેલ્વેની આ માહિતી તમારા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. અધૂરી માહિતીના અભાવે લોકોને ઘણીવાર રેલ્વે સ્ટેશન પર ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ જો તમને સાચા નિયમો ખબર હોય તો આ પ્રક્રિયા ખૂબ જ સરળ બની જાય છે.
રેલ્વે નિયમો મુજબ, સાયકલ કે મોટરસાઇકલને તમારી સાથે પેસેન્જર કોચમાં 'મફત સામાન' તરીકે લઈ જવાની મંજૂરી નથી. તેને હંમેશા અલગ પાર્સલ કે સામાન તરીકે બુક કરાવવી પડે છે, જે ટ્રેનના આગળ કે પાછળના ભાગમાં આવેલા ગાર્ડના ડબ્બામાં સંગ્રહિત કરવામાં આવે છે. બાઇક પાર્સલ કરવા માટે મુસાફરીના દિવસે ટ્રેન ઉપડવાના બે થી ત્રણ કલાક અગાઉ સ્ટેશનની પાર્સલ ઓફિસ પર પહોંચવું જરૂરી છે.
જરૂરી દસ્તાવેજો અને પેકિંગના નિયમો
બાઈક બુક કરતી વખતે તમારી પાસે કન્ફર્મ ટિકિટ, માન્ય ઓળખપત્ર, વાહનની આરસી (RC book) અને ફર્સ્ટ-પાર્ટી વીમો હોવો અનિવાર્ય છે. સુરક્ષા કારણોસર વાહનની પેટ્રોલ ટેાંકી સંપૂર્ણપણે ખાલી હોવી જોઈએ. સ્ટેશન પર જ ઉપલબ્ધ વિક્રેતાઓ દ્વારા બાઇકના સાઇડ મિરર્સ કાઢીને હેન્ડલ અને આખા બોડીનું મજબૂત પેકિંગ કરાવવું પડે છે, જેના માટે અંદાજે ૩૦૦ થી ૬૦૦ રૂપિયાનો ખર્ચ થાય છે.
કેટલો થશે કુલ ખર્ચ?
બાઇકનું ભાડું તેના વજન, મુસાફરીનું અંતર અને ટ્રેનના વર્ગ પર નિર્ભર કરે છે. સામાન્ય રીતે ૮૦૦ કિલોમીટર સુધી બાઇક મોકલવાનો કુલ ખર્ચ (પાર્સલ અને પેકિંગ સહિત) અંદાજે ૩,૦૦૦ રૂપિયા જેટલો થાય છે. ધ્યાનમાં રાખો કે બાઈક ગંતવ્ય સ્થાને પહોંચ્યા બાદ સમયસર મેળવી લેવી જરૂરી છે, કારણ કે ૬ દિવસથી વધુ સમય વીતવા પર રેલ્વે દ્વારા વધારાનો ચાર્જ વસૂલવામાં આવે છે.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
