<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

'તમારી પત્નીને મારી પાસે મોકલો': નાસિક TCS કાંડમાં નવો ધડાકો; મહિલાઓ બાદ હવે પુરુષ કર્મચારીએ ખોલ્યા અધિકારીઓના કાળા કરતૂતોના રાજ

નાસિક TCSમાં ધર્માંતરણ-જાતીય સતામણી કાંડ: સાત પુરુષ આરોપીઓએ ગેંગ બનાવી મહિલા કર્મચારીઓને ટાર્ગેટ કરી, HR-ઓપરેશન્સ હેડે ફરિયાદ દબાવી; પુરુષ કર્મચારીએ પણ લગાવ્યા ગંભીર આક્ષેપ

નાસિક, તા.17 : નાસિકની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ઓફિસમાં ચાલતા ધર્માંતરણ અને જાતીય સતામણીના કાંડમાં નવો ખુલાસો થયો છે. અત્યાર સુધી મહિલા કર્મચારીઓએ ફરિયાદો નોંધાવી હતી, પરંતુ હવે એક પુરુષ કર્મચારીએ પણ ધાર્મિક દબાણ અને સતામણીનો આરોપ લગાવ્યો છે. પીડિત પુરુષ કર્મચારીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે તેને ધર્મ પરિવર્તન માટે દબાણ કરાયું અને ઓફિસમાં ધાર્મિક રીતે હેરાન કરાયો. એક આરોપીએ તો તેને સીધું કહ્યું, ‘તમારી પત્નીને મારી પાસે મોકલો’.

નાસિક પોલીસ કમિશનર સંદીપ કર્ણિકે જણાવ્યું કે તપાસમાં સામે આવ્યું છે કે સાત પુરુષ આરોપીઓએ એક સંગઠિત ગેંગની જેમ કામ કરી મહિલા કર્મચારીઓને ટાર્ગેટ કરી હતી. પોલીસે કુલ નવ કેસ નોંધ્યા છે. સાત પુરુષ અને એક મહિલા ઓપરેશન્સ મેનેજર સહિત આઠ આરોપીઓની ધરપકડ થઈ છે, જ્યારે એક મહિલા આરોપી ફરાર છે. ધરપકડ કરાયેલા પુરુષ આરોપીઓમાં દાનિશ શેખ, તૌસીફ અત્તાર, રઝા મેમણ, શાહરુખ કુરેશી, શફી શેખ, આસિફ અફતાબ અંસારી અને શાહરુખ શેખનો સમાવેશ થાય છે. 

 

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આરોપીઓએ વોટ્સએપ ગ્રુપ બનાવીને ટાર્ગેટ અને ધાર્મિક-ઓફિસની બાબતોની ચર્ચા કરી હતી. FIR મુજબ 2022 થી 2026 દરમિયાન અનેક મહિલાઓને ઈસ્લામ ધર્મ અપનાવવા દબાણ કરાયું. લગ્નના બહાને શારીરિક સંબંધો બાંધવા, અશ્લીલ ટિપ્પણી, ઈશારા અને ઓફિસમાં શારીરિક હુમલાના પ્રયાસના આરોપો પણ છે. 

આ કાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે એક પુરુષે ફરિયાદ કરી કે એક હિન્દુ મહિલા કર્મચારી રમઝાનના રોજા રાખે છે. મહિલાના પરિવારે જણાવ્યું કે તે ‘ઈસ્લામિક રીતે’ રહેવા લાગી હતી, જે બાદ પોલીસે 40 દિવસ હાઉસકીપિંગ સ્ટાફ બનીને સ્ટિંગ ઓપરેશન કર્યું અને 40 CCTV ક્લિપ્સ તથા વોટ્સએપ ચેટ જપ્ત કરી.

નાસિક પોલીસ કમિશનરે જણાવ્યું કે ઓપરેશન્સ અને HR હેડે પીડિતાને ફરિયાદ કરતા રોકી હતી અને કહ્યું હતું કે ‘આ બધું ચાલતું હોય છે’. HR વિભાગે ફરિયાદોની અવગણના કરી હોવાનો આરોપ છે. આરોપીઓના આતંકવાદી સંગઠનો સાથે સંબંધ કે વિદેશી ફંડિંગની તપાસ માટે પોલીસે SID, ATS અને NIAને પત્ર લખ્યો છે. 

પોલીસે SITની રચના કરી છે અને બેંક રેકોર્ડ, 70થી વધુ આંતરિક ઈમેલ તપાસી રહી છે કે HRએ ફરિયાદો દબાવી કે કેમ. આ કેસમાં POSH કાયદાની મોટી ખામીઓ પણ ઉજાગર થઈ છે. VHPએ દેશભરમાં કડક ધર્માંતરણ વિરોધી કાયદાની માંગ કરી છે. 

(4:53 PM IST)