તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
જુઓ મહત્વના સમાચાર

*બંગાળની ખાડીમાં લો પ્રેસર: ઓરિસ્સા પશ્ચિમ બંગાળ ગુજરાત મહારાષ્ટ્ર સહિત સોળ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી : નવી દિલ્હી: બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાતા ગુજરાત મહારાષ્ટ્ર ઓરિસ્સા પશ્ચિમ બંગાળ સહિત ૧૬ રાજ્યોમાં આગામી ૨૪ કલાકમાં ભારે મુશળધાર વરસાદની આગાહી થઈ છે. મુંબઈ પુણે એક્સપ્રેસ વે ઉપર ભૂસ્ખલન. હાઈવે પર વાહન વ્યવહાર ઠપ્પ. મુંબઈમાં ભારે વરસાદના પગલે શાળા અને કોલેજો બંધ રાખવામાં આવી છે. એવું મનાય છે કે આગલા ત્રણ-ચાર દિવસમાં ગુજરાત અને રાજસ્થાનના બાકીના ભાગોમાં ચોમાસુ બેસી જશે. દિલ્હી યુપી બિહાર સહિતના રાજ્યોમાં ૫૦ થી ૬૦ કિલોમીટર ઝડપે તોફાની પવન અને વરસાદની આગાહી થઈ છે.
* મધરાત્રે રાજકોટ ઉપર વીજળીનો મિસાઈલમારો: ભારે ચમકારા સાથે સટાસટી બોલાવી: રાજકોટ:સૌરાષ્ટ્રમાં મધરાત્રે ૧૨ વાગ્યે જબરા વાદળા છવાયા હતા અને એકાદ કલાક સુધી રાજકોટ ઉપર મિસાઈલ જેવા વીજળીના પ્રચંડ ચમકારા સાથે કડાકા ભડાકાએ રાજકોટને ધ્રુજાવી દીધું હતું. જોકે સવાર સુધીમાં માત્ર પોણો ઇંચ પાણી પડ્યું છે. સાગર કાંઠે અને અરબી સમુદ્રમાં વાદળાઓની ભારે જમાવટ.
*અમદાવાદમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો: રસ્તાઓ ઉપર નદીની જેમ પાણી ફરી વળ્યા : અમદાવાદ: અમદાવાદમાં ગઈકાલે લગભગ ચારેક ઇંચ પાણી પડી જતા અમદાવાદના ત્રણ અંડર પાસ બંધ કરવા પડ્યા હતા. ઠેર ઠેર જળબંબાકાર જેવા દ્રશ્યો સર્જાયા હતા. શહેરના અનેક રોડ જાણે કે બેસી ગયા હોય તેવી સ્થિતિ સર્જાય હતી.
*મહારાષ્ટ્રના પુણે સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ : મહારાષ્ટ્રના મુંબઈ સહિતના વિસ્તારોમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે પુણેનો પ્રખ્યાત પૌડ રોડ ભારે પાણી અને ભારે વરસાદને લીધે ઉભરાઈ રહ્યો છે. ગોઠણ સમા પાણી ભરાયા છે, લોકોને ભારે હાલાકી.
*મધ્યપ્રદેશની ક્ષીપ્રા નદીમાં ભારે પુર આવતા સંખ્યાબંધ મંદિરો પાણીમાં ગરકાવ: મધ્યપ્રદેશના જગપ્રસિદ્ધ પવિત્ર શહેર ઉજ્જૈન ખાતે સતત ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે ક્ષિપ્રા નદીનું સ્તર વધવા લાગ્યું છે અને ભયજનક સપાટીએ પહોંચતા રામઘાટ નજીક ભારે પાણી ભરાયા છે. કિનારા ઉપર આવેલા સંખ્યાબંધ નાના મોટા મંદિરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે લોકોને ઘાટ ઉપર નહીં જવા તાકીદ કરવામાં આવી છે.
*કેરળ માટે ભારે વરસાદનું યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર: ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની ચેતવણી: નવી દિલ્હી: ઓરિસ્સા નજીક પશ્ચિમ બંગાળની અખાતમાં ડીપ ડિપ્રેશન સર્જાતા ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. કેરળમાં પણ વ્યાપક પડી રહેલા વરસાદના પગલે યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દિલ્હીમાં પણ ભારે ગરમીના વાતાવરણ વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે.
* નરેન્દ્રભાઈ આજથી ૧૧ જુલાઈ સુધી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડનો ૬ દિવસનો પ્રવાસ ખેડશે. ૧૧ જુલાઈએ ભારત પરત આવશે
* કરોડો રૂપિયાની, દાનપેટીમાંથી ચોરી સંદર્ભે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની આજે અતિ મહત્વની બેઠક મળી રહી છે, જેમાં ચંપતરાયના રાજીનામાં ઉપર નિર્ણય લેવાશે
* વેનેઝુએલામાં મહાભયાનક ભૂકંપનો મૃત્યુ આંક ૩૩૪૨એ પહોંચી ગયો છે, હજારો લાપત્તા છે
* ફીફા ફૂટબોલ વર્લ્ડ કપમાં બ્રાઝિલની ટીમને હરાવી નોર્વે ક્વાટર ફાઇનલમાં પહોંચી ગયેલ છે
* ભારે વરસાદના કારણે મુંબઈના અંધેરી સબવેમાં બેફામ પાણી ભરાયા * સખત ગરમી અને બફારાથી રાહત મેળવવા માટે ટુરિસ્ટો દાર્જિલિંગમાં ઉમટી પડ્યા
* અમદાવાદમાં ફતેવાડી વિસ્તારમાં સંતાકુકડી રમવાના બહાને ૮ વર્ષ આસપાસની ૩ માસુમ બાળકીઓ સાથે પડોશીએ શરમજનક કૃત્ય આચરતા ભારે ક્રોધ પ્રસરી ગયો છે.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
