<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

ભારતમાં શક્તિશાળી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડેલ લોન્ચ કરતાં પહેલાં સુરક્ષા પરીક્ષણ ફરજિયાત બની શકે : કેન્દ્ર સરકાર નવા કાયદા અને નિયમો ઘડવાની તૈયારીમાં

અદ્યતન એઆઈ મોડેલની સલામતી તપાસવા અલગ નિયમો અંગે વિચારણા : જાહેર અભિપ્રાય માટે ૬૦ દિવસનો સમય અપાય તેવી શક્યતા.

નવી દિલ્હી : ભારતમાં અદ્યતન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ મોડેલને જાહેર ઉપયોગ માટે રજૂ કરતાં પહેલાં સુરક્ષા પરીક્ષણની શરત લાગુ કરવાની કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી હોવાનું જાણવા મળે છે. ખાસ કરીને અત્યંત શક્તિશાળી એઆઈ મોડેલથી ઊભા થઈ શકતા જોખમોને ધ્યાનમાં રાખીને અલગ નિયમનકારી માળખું તૈયાર થઈ શકે છે.

 

અહેવાલ અનુસાર ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય આગામી મહિને સૂચિત નિયમો અંગે પરામર્શપત્ર રજૂ કરી શકે છે. તેમાં ટેકનોલોજી કંપનીઓ, નિષ્ણાતો તથા સામાન્ય નાગરિકોને પોતાના સૂચનો આપવા લગભગ ૬૦ દિવસનો સમય મળવાની સંભાવના છે.

 

બેન્કિંગ, શેરબજાર અને ટેલિકોમ જેવા ક્ષેત્રોમાં સંબંધિત નિયમનકારો દ્વારા વિશેષ નિયમો નક્કી કરવામાં આવે તેવી પણ શક્યતા વ્યક્ત થઈ છે. સરકાર સંસદના બજેટ સત્રમાં કાયદાકીય કાર્યવાહી આગળ વધારવા વિચારણા કરી શકે છે. જોકે આ તમામ બાબતો હાલ વિચારણાના તબક્કે છે અને અંતિમ સત્તાવાર નિયમો જાહેર થયા નથી. 

(10:45 PM IST)